Home »Party» Aishwarya Rai Looked Stunning In Black Anarkali Dress

બચ્ચન બહુ એશની વિન્રમતા, કોઈને લાગી પગે તો કોઈને મળી ગળે, તસવીરોમાં ખાસ

divyabhaskar.com | Jun 11, 2017, 11:06 AM IST

  • વિક્રમના પિતાને પગે લાગતી એશ, શામક દાવરને ગળે મળતી ઐશ્વર્યા
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં જ વિક્રમ ફડનીસની મરાઠી ફિલ્મ 'હૃદયાંતર'ના મ્યૂઝિક લોન્ચમાં જોવા મળી હતી. અહીંયા એશે કહ્યું હતું કે તે મોડલિંગના દિવસોથી વિક્રમને ઓળખે છે. બ્લેક અનારકલી ડ્રેસમાં એશ ઘણી જ સુંદર લાગતી હતી. ઈવેન્ટમાં એશ કોરિયોગ્રાફર શામક દાવરને ગળે મળી હતી તો વિક્રમની માતાને પગે લાગી હતી. 

ભાઈ માને છેઃ
એશે ઈવેન્ટમાં કહ્યું હતું કે એકવાર વિક્રમ રક્ષાબંધનના દિવસે તેના ઘરે આવ્યો હતો અને તેને રાખડી બાંધવાનું કહ્યું હતું. તેણે રાખડી બાંધી હતી અને એશને ગિફ્ટમાં ગણેશજીની મૂર્તિ આપી હતી. વધુમાં એશે કહ્યું હતું કે તે 10 વર્ષ પહેલાં ફિલ્મ માટે આવ્યો હતો પરંતુ બધું જ ચોક્કસ સમયથી જ થાય છે. આજે વિક્રમે મરાઠી ફિલ્મ બનાવી છે, તે જાણીને તે ઘણી જ ખુશ છે. વિક્રમની આ ફિલ્મ સાત જુલાઈના રોજ રીલિઝ થશે. 

મરાઠી ફિલ્મમાં કરવું છે કામઃ
એશ હાલમાં કોઈ પણ મરાઠી ફિલ્મ જોઈ નથી પરંતુ તેને મરાઠી ફિલ્મમાં કામ કરવું પસંદ છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'હૃદયાંતર'નું મ્યૂઝિક લોન્ચ તસવીરોમાં....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai looked stunning in black anarkali dress
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended