Home »Party» Danube Group Chief Hosts Son Adel Sajans Lavish Weddding On Cruise

75 શેફ અને 1000 મહેમાનો, 50 Crના ખર્ચે ગુજરાતીએ કર્યા Cruise પર લગ્ન

divyabhaskar.com | Apr 15, 2017, 11:23 AM IST

  • ક્રુઝ પર અદેલ સાજન અને સના ખાન(વર-વધુ)
ફ્રાન્સઃ 6 એપ્રિલથી 9 એપ્રિલ સુધી યુએઈમાં વસતા વિખ્યાત મૂળ ગુજરાતી એવા અને  Danube Groupના માલિક રિઝવાન સાજનના દીકરા અદેલના ભવ્ય લગ્ન યોજાયા હતા. Mediterranean સુમદ્રમાં યોજાયેલા આ લગ્નમાં 8 મિલિયન ડોલર(50 કરોડ રૂપિયા)નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મેરેજ Costa Fascinosa(ક્રુઝશીપ)માં 'દિલ ધડકને દો' થીમ પર યોજાયા હતા. 1000 મહેમાનો અને 75 શેફ
 
અદેલ-સનાના આ લગ્નમાં 1000 મહેમાનો સામેલ થયા હતા. માત્ર એટલું જ નહીં ક્રુઝમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવા માટે 75 શેફ પણ ક્રુઝમાં સવાર હતા. જ્યારે બોલિવૂડમાંથી શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, ગુરમીત-દેબિના, કરિશ્મા તન્ના, સુસ્મિતા સેન, શમિતા શેટ્ટી, સૌફી ચૌધરી, રોહિત રોય, મલાઈકા અરોરા , ગૌહર ખાન અને મધુર ભંડારકર સહિત અનેક બોલિવૂડ હસ્તીઓ સામેલ થઈ હતી.
 
 
કોણ છે રિઝવાન સાજન
આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ એસ્ટટ, મોલ વગેરે ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે. રિઝવાન ફોર્બ્સની યાદી મુજબ મિડલ ઈસ્ટના ટોપ-100 ઈન્ડિયન લીડર્સ ઈન યુએઈમાં 12માં નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 3500 કરોડ રૂપિયાની છે.
 
ગુજરાતી મૂળના રિઝવાનનો પરિવાર રોજી-રોટી માટે કુવૈત ગયો હતો. જ્યાં થોડું ઘણું ભેગું કરેલું ગલ્ફ વોરમાં ગુમાવ્યું, પણ હિંમત હાર્યા વિના ફરી નવા સપના સાથે દુબઈની વાટ પકડી. અહીં મહેનત અને ખંતથી નવી ઉંચાઈઓ હાંસલ કરી. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ એસ્ટટ, મોલ વગેરે ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં સના અને રિઝવાન સાજનના ચાર દિવસ ચાલેલા લગ્નના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: danube group chief hosts son adel sajans lavish weddding on cruise
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended