Home » Interviews » Celeb Interview » Saif Ali Khan Visited Divyabhskardotcom Office

''કરિનાએ મારી સાથેના સંબંધોનો કર્યો છે ‘નાજાયઝ’ ઉપયોગ''

divyabhaskar.com | Mar 20, 2012, 22:38PM IST

સૈફ અલી ખાન પોતાની ફિલ્મ 'એજન્ટ વિનોદ'ના પ્રમોશન માટે દિવ્યભાસ્કરડોટકોમની મુંબઈ ઓફિસે આવ્યો હતો. સૈફ ઘણાં જ હળવા મૂડમાં હતો અને તેણે ફિલ્મને લઈને ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.

સૈફ સાથેની વાત-ચીતના મુખ્ય અંશો...

- ફિલ્મ રીલિઝ થવામાં માત્ર ત્રણ જ દિવસ બાકી છે, તો તને કેવી લાગણી થાય છે?

ખબર નહીં, પણ ઘણો જ નવર્સ છું. ફિલ્મ તો લોકોમાં ઘણી જ લોકપ્રિય બની છે પરંતુ એ તો શુક્રવારે જ ખબર પડે કે, લોકોને આ ફિલ્મ કેટલી ગમી છે.

- 1977માં આવેલી ફિલ્મ 'એજન્ટ વિનોદ' તે જોઈ છે?

હા, રાજશ્રી પાસેથી સીડી મંગાવી હતી અને આ ફિલ્મ જોઈ હતી.

- તો તું ઓરીજનલ એજન્ટ વિનોદને મળ્યો છે ખરાં?

ના, ઓરીજનલ એજન્ટ વિનોદને મળી શકાયું નથી.

- આ ફિલ્મનું નામ 'એજન્ટ વિનોદ' જ શા માટે, એજન્ટ રાહુલ કે પછી એવું કંઈ કેમ નહીં?

ફિલ્મનું નામ સાંભળ્યા બાદ રેટ્રો લુકની યાદ આવે છે. આ ડિટેક્ટિવ નોવેલમાં પણ આવું જ નામ હોય છે. આટલું જ નહીં કોમિક્સ, કાર્ટૂન સ્ટ્રીપમાં પણ આવું જ નામ હોય છે. ઘણીવાર તો ઓટો રીક્ષાની પાછળ પણ આવું નામ લખેલું હોય છે. લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા માટે આ નામ રાખવામાં આવ્યું છે. ક્વોલિટી સાથે કોઈ જાતનું સમાધાન કરવામાં આવ્યું નથી. થોડું વિચિત્ર નામ છે પણ ફન્ની છે.

- આ ફિલ્મમાં નવું શું છે?

ફિલ્મમાં કેટલીક વાતો નવી છે, તો કેટલીક જૂની છે. ફિલ્મના લોકેશન્સ, સારું સંગીત, ચિંતાગ્રસ્ત પરિસ્થિતિ, સેક્સી લેડિઝ....ફિલ્મમેકર રાઘવને અદભૂત રીતે આ ફિલ્મને શૂટ કરી છે.

- કરિનાના પાત્ર વિષે કંઈ જણાવ.

આ ફિલ્મમાં કરિના પાકિસ્તાની એજન્ટ છે. તે એક આર્મ્સ એન્ડ ડ્રગ્સ સાથે કામ કરતી હોય છે. તે રશિયન માફિયા સાથે જોડાયેલી હોય છે. ફિલ્મના અંતમાં જ ખ્યાલ આવશે કે કરિના કોની સાઈડમાં છે. એજન્ટ વિનોદ નક્કી નથી કરી શકતો કે, કરિના પર તે વિશ્વાસ કરે કે નહીં. કરિના ઘણી જ સારી અભિનેત્રી છે. તેણે એક્શન ગર્લની ભૂમિકા સારી ભજવી છે.

- આ ફિલ્મમાં એક્શન સીન્સ છે, તો સૈફ આ સીન્સ તારા માટે કેટલા પડકારજનક રહ્યા?

ઘણાં જ પડકારરૂપ રહ્યા. હું સાચે જ એક્શન હિરોની ઈજ્જત કરું છું. એક્શન સીન્સ કરતાં થાકી જવાય છે. ક્યારેક મેન્ટલી કે ફિઝીકલી થાક લાગે છે પરંતુ દર્શકોને સારું આપવું હોય તો મહેનત કરવી જ પડે છે.

- સૈફ, તે પહેલા કહ્યું હતું કે તું આ ફિલ્મની પાંચ સિક્વલ બનવવાનો છે, તો આ વાત કેટલી સાચી છે?

(હસીને) હું છેલ્લાં થોડા સમયથી બકવાસ કરી રહ્યો છું. એટલે મારી વાતો માનવી નહીં. ખરી રીતે તો શુક્રવારે જો દર્શકોને આ ફિલ્મ ગમશે, તો ચોક્કસ સિક્વલ બનાવીશ. 'મૈં ખિલાડી તુ અનાડી' બની ત્યારે ડિરેક્ટરને સિક્વલ બનાવવાની વાત કરી હતી પરંતુ ત્યારે ડિરેક્ટરે મને પાગલ ગણ્યો હતો. પાંચ વર્ષ બાદ હવે મોટા ભાગની ફિલ્મોની સિક્વલ બને છે.

- એક્શન ફિલ્મમાં કરિનાનો સ્કોપ કેટલો છે?

આ ફિલ્મમાં કરિનાનો ઘણો જ સ્કોપ છે. પાકિસ્તાની એજન્ટ છે અને ફિલ્મમાં તેને કારણે જ વળાંકો આવે છે. તે ઘણી જ બિગ સ્ટાર્સ છે અને તેને ધ્યાનમાં રાખીને જ પાત્ર લખવામાં આવ્યું છે.

- કરિનાની જોડી તને કોની સાથે ગમે છે?

બધા જ સ્ટાર્સ સાથે. આમિર, શાહરૂખ, ઈમરાન...બધા જ....

- 'પ્યાર કી પૂંગી' અને 'દિલ મેરા મુફ્ત'માંથી કયુ ગીત તને વધારે ગમે છે? શા માટે?

'પ્યાર કી પૂંગી' મને વધારે ગમે છે. આ ગીતના શબ્દો સરળ છે અને આ ગીત જલ્દીથી યાદ રહી જાય તેવું છે.

- 'એજન્ટ વિનોદ'ને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તે અંગે તારે શું કહેવું છે?

ઈરાનીયન બેન્ડમાંથી 'પ્યાર કી પૂંગી' લેવામાં આવ્યું નથી. ખરી રીતે તો, ઈરાનીયન બેન્ડ 'જીસકી બીવી મોટી ઉસકા ભી બડા નામ હૈં'માંથી કોપી કરી છે. ફિલ્મ રીલિઝ થવાની છે, ત્યારે જ કેમ બેન્ડ આ રીતે કોપી કર્યાનો આક્ષેપ કરે છે. 'પ્યાર કી પૂંગી' અલગ જ ગીત છે.

- કરિના સાથે ક્યારે લગ્ન કરી રહ્યો છે?

અત્યારે બધુ જ ધ્યાન માત્રને માત્ર ફિલ્મ પર છે. હું અને કરિના સાથે ક્યારેય ફિલ્મનું પ્રમોશન પણ કરતાં નથી. જ્યારે સાથે હોઈએ ત્યારે લોકો ફિલ્મને બદલે લગ્નની જ વાતો પૂછે છે. ફિલ્મ રીલિઝ થઈ જાય પછી લગ્નની વાત કરીશ.

- એક્શન હિરો તરીકે ફિલ્મમાં કરિનાને કઈ રીતે રજૂ કરી છે?

ફિલ્મમાં કરિનાએ બહુ એક્શન કરવાની આવતી નથી. (હસતા હસતા)મારી સાથેના સંબંધોનો કરિનાએ ઘણો જ નાજાયઝ ઉપયોગ કર્યો છે. સેટ પર તે હંમેશા તે આમ કરો, આમ ના કરો કહેતી હતી. શૂટિંગ સમયે તે કહેતી ગાડી ધીમે ચલાવ, મારા કાન આગળ ગોળી ના ચલાવ...ખરી રીતે તો કરિના ઘણી જ પ્રોફેશનલ છે.

- સૈફ તું એક્ટર ના હોત તો શું હોત?

પ્રોફેશનલ હંટર હોત એ વાત નક્કી.

 


દિવ્યભાસ્કરડોટકોમની ઓફિસે 'એજન્ટ વિનોદ', જુઓ તસવીરો

Email Print
0
Comment