Home »Reviews »Film Reviews» Jagga Jasoos Is A Musical Adventures Romantic Film

Movie Review: જગ્ગા જાસૂસ

divyabhaskar.com | Jul 14, 2017, 12:20 PM IST

  • Movie Review: જગ્ગા જાસૂસ,  film reviews news in gujarati
    Releasing Date:July 14, 2017
    • Genre: મ્યૂઝિકલ એડવેન્ચર કોમેડી ડ્રામા
    • Director: અનુરાગ બાસુ
    • Want to Watch: 0%
    • Plot : 'જગ્ગા જાસૂસ' અનુરાગ બાસુ તથા રણબિર કપૂરની એક મ્યૂઝિકલ જર્ની છે.
ફિલ્મ રિવ્યૂઃજગ્ગા જાસૂસ
રેટિંગઃ2.5/5
સ્ટાર કાસ્ટઃરણબિર કપૂર, કેટરિના કૈફ, શાશ્વત ચેટર્જી, સયાની ગુપ્તા, સૌરભ શુક્લા, અદા શર્મા, કરન વાહી
પ્રોડ્યુસરઃસિદ્ધાર્થ રોય કપૂર, અનુરાગ બાસુ, રણબિર કપૂર
સંગીતઃપ્રિતમ
'જગ્ગા જાસૂસ' પહેલાં 2012માં 'બરફી'માં અનુરાગ બાસુ તથા રણબિર કપૂરે સાથે કામ કર્યું હતું. 

વાર્તાઃ
ફિલ્મની વાર્તા રણબિર(જગ્ગા) તથા કેટરિના(શ્રુતિ)ની આસપાસ ફરે છે. જગ્ગાના પિતા(શાશ્વત ચેટર્જી) હોસ્પિટલમાં હોય છે અને પછી અચાનક ગુમ થઈ જાય છે. ત્યારબાદ જગ્ગા પિતાની શોધમાં નીકળી પડે છે. આ સમય દરમિયાન તેને ખ્યાલ આવે છે કે તેના પિતા આ દુનિયામાં નથી. જગ્ગા પિતાનું મોત કયા કારણોથી થયું તે જાણવા માંગે છે અને આ શોધમાં શ્રુતિ તેની મદદ કરે છે. શ્રુતિ જર્નાલિસ્ટ હોય છે. બંને ભટકા ભટકા જગ્ગાના પિતાની મોતનું સાચું કારણ શોધી કાઢે છે. 

ડિરેક્શનઃ
અનુરાગ બાસુનુ ડિરેક્શન કમાલનું છે. સિનેમેટોગ્રાફી તથા વિઝ્યુઅલ શાનદાર છે. ફિલ્મનું લોકેશન રિસર્ચ બેઝ્ડ છે. અનુરાગે 'બરફી' કરતાં આ ફિલ્મમાં વધુ મહેનત કરી છે. બ્રેક-અપ બાદ પણ રણબિર-કેટની કેમેસ્ટ્રી જબરજસ્ત જોવા મળી છે. 

પર્ફોમન્સઃ
રણબિરે સારી એક્ટિંગ કરી છે, તો કેટનું કામ ઠીક-ઠાક છે. રણબિરના પિતા બનતા શાશ્વતે બેસ્ટ એક્ટિંગ કરી છે. આ સિવાય અન્ય કલાકારોએ પણ પોતાનો રોલ સારી રીતે પ્લે કર્યો છે.

સંગીતઃ
સંગીત સારું છે. અરિજીત સિંહના સોંગ ચાહકોને પસંદ આવ્યા છે. સંગીત પ્રિતમે આપ્યું છે. 

જોવી કે નહીં:
આ ફિલ્મ મ્યૂઝિકલ એન્ડવેન્ચરસ રોમેન્ટિક ડ્રામા છે. સંગીતની સાથે એડવેન્ચરના શોખીન હોવ તો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jagga jasoos is a musical adventures romantic film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended