Home »Reviews »Film Reviews» Sachin A Billion Dreams Is Tribute To Cricketer Sachin

Movie Review: સચિનઃ અ બિલિયન ડ્રિમ્સ

divyabhaskar.com | May 26, 2017, 10:25 AM IST

  • Movie Review: સચિનઃ અ બિલિયન ડ્રિમ્સ,  film reviews news in gujarati
    Releasing Date:May 26, 2017
    • Genre: બાયોગ્રાફિકલ ડ્રામા
    • Director: જેમ્સ અસ્કિન
    • Want to Watch: 0%
    • Plot : આ બાયોગ્રાફિકલ ફિલ્મમાં ક્રિકેટર સચિન તેંડુલકરના જીવનને દર્શાવવામાં આવ્યું છે.
સચિન તેંડુલકરનું નામ સામે આવતાં જ સામે માસ્ટર બ્લાસ્ટરની એવી ઇમેજ સામે આવે છે જેમાં તે પોતાની બેટિંગ વડે બોલર્સના છોતરા કાઢી નાખે છે. પરંતુ તે જ સચિનની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ તરફ ધ્યાન ખેંચતી આ ફિલ્મ કેવી બની છે. આવો જાણીએ...
 
ફિલ્મ રિવ્યૂઃ
સચિનઃ અ બિલિયન ડ્રિમ્સ
રેટિંગઃ3.5/5
સ્ટારકાસ્ટઃ
સચિન તેંડુલકર, અર્જુન તેંડુલકર, સારા તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ
ડિરેક્ટરઃ
જેમ્સ અસ્કિન
નિર્માતાઃ
કાર્નિવલ મોશન પિક્ચર્સ, રવિ ભાગચંદકા
સંગીતઃ
એ.આર.રહેમાન
પ્રકારઃ
બાયોગ્રાફિકલ ડ્રામા
વાર્તાઃ
આ સ્ટોરી મહારાષ્ટ્રના મરાઠી નવલકથાકાર રમેશ તેંડુલકરના ઘરે જન્મેલા સચિન (સચિન તેંડુલકર)ની છે. જેનો જન્મ દાદરના એક નર્સિંગ હોમમાં થાય છે. જ્યાંથી માસ્ટર બ્લાસ્ટરના લાઇફની સફર શરૂ થાય છે. નાનપણમાં શિવાજી પાર્કમાં પ્રેક્ટિસ કરવી, ગુરૂ આચરેકર સાથે જ ક્રિકેટની ટ્રેનિંગ લેવી, આ પછી કઇ રીતે નાનપણમાં જ સપનાઓ જોઇને ધીરે ધીરે આગળ વધવું, પહેલો વન ડે, ક્રિકેટમાં ટીકા થવી, પહેલી સેન્ચ્યુરી, કોન્ટ્રોવર્સી આ દરેક બાજુ તો બતાવવામાં આવી જ છે. આ સાથે જ પર્સનલ લાઇફમાં સંતાનોનો પ્રવેશ અને ક્રિકેટને અલવિદા કહેવા સુધીની વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે અને આ સાથે જ અલગ અલગ સીન બતાવવા માટે નાટ્ય રૂપાંતરણ સાથે સાથે રિયલ લોકોને સરળ અંદાજમાં જોડવામાં આવ્યા છે. જે તમને જકડી રાખે છે.
ફિલ્મની સ્ટોરી તમને વિકિપીડિયામાં 60 ટકા મળી જશે પરંતુ સ્ક્રિનપ્લે સાથે જે રીતે પડદા પર દર્શાવી છે તે રસપ્રદ છે. સચિનને તમે ક્રિકેટના મેદાન પર અથવા અલગ અલગ સભાઓમાં જોયો હશે પરંતુ વાસ્તવિકતા શું છે તે દર્શાવવાની કોશિશ સરાહનીય છે. ક્યારેય ન જોવાયેલા વીડિયોઝ પણ જોવા મળે છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
આમ તો નાટ્ય રૂપાંતરણના રોલે સારૂ કામ કર્યું છે અને ઓરિજનલ જિંદગીમાં બતાવવામાં આવતા વિરેન્દ્ર સહેવાગ, ધોની, રવિ શાસ્ત્રી, સચિન, અંજલિ, સારા અને અર્જુની વાતો પણ રસપ્રદ છે. અમિતાભ બચ્ચન, હર્ષા ભોગલેનું સારૂ અપિયરન્સ છે.
 
સંગીતઃ
ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર ઉત્તમ છે અને સમય સાથે પ્રેરણાદાયક પણ છે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sachin a billion dreams is tribute to cricketer Sachin
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended