Home »Reviews »Film Reviews» Phillauri Is Directed By Anshai Lal

Movie Review: ફિલ્લૌરી

divyabhaskar.com | Mar 24, 2017, 11:54 AM IST

  • Movie Review: ફિલ્લૌરી,  film reviews news in gujarati
    Releasing Date:March 24, 2017
    • Genre: રોમાન્ટિક કોમેડી
    • Director: અંશઇ લાલ
    • Want to Watch: 0%
    • Plot : શશિ (અનુષ્કા શર્મા) અને ફિલ્લૌરી(દિલજીત દોસાંજ)ની અધૂરી સ્ટોરી છે 'ફિલ્લૌરી'.
'NH10' જેવી ફિલ્મને પ્રોડ્યુસ કર્યા પછી અનુષ્કા શર્મા હવે 'ફિલ્લૌરી' લઇને આવી છે. પહેલી ફિલ્મની જેમ જ આ ફિલ્મની સ્ટોરીલાઇન અને સ્ટારકાસ્ટ પણ રસપ્રદ છે. આવો જોઇએ કેવી છે આ ફિલ્મ...
 
ફિલ્મ રિવ્યૂઃ
ફિલ્લૌરી
રેટિંગઃ
2/5
સ્ટારકાસ્ટઃ
અનુષ્કા શર્મા, દિલજીત દોસાંજ, મહેરિન પીરઝાદા, સૂરજ શર્મા
ડિરેક્ટરઃ
અંશઇ લાલ
નિર્માતાઃ
અનુષ્કા શર્મા, કરનેશ શર્મા
સંગીતઃ
શશાંક સચદેવ, જસલીન રોયલ
પ્રકારઃ
રોમાન્ટિક કોમેડી
 
વાર્તાઃ
આ ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે એક NRI કનન (સૂરજ શર્મા)થી, જે અનુ (મેહરીન પીરઝાદા) સાથે લગ્ન કરવા માટે આવે છે. સગાઇ પહેલા તેને જાણ થાય છે કે તે માંગલિક છે. આ કારણે તેનો પરિવાર જબરજસ્તીથી તેના લગ્ન એક પીપળાના ઝાડ સાથે કરાવી દે છે અને ઝાડ કાપી નાખે છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે સગાઇના દિવસે શશિ (અનુષ્કા શર્મા) ભૂત બનીને કનનની પાછળ પડી જાય છે. ઝાડ સાથે ફેરા ફરવા દરમિયાન તેના અને કનનના લગ્ન થઇ જાય છે. શશિનું ભૂત માત્ર કનનને જ જોવા મળે છે. શશિ કનનને ખૂબ ડરાવે છે. હવે કનન કેવી રીતે શશિથી બચશે તે જાણવા માટે તો તમારે થિયેટરમાં જ જવું જોઇશે.
 
ડિરેક્શનઃ
'ફિલ્લૌરી'થી અંશઇ લાલ ડિરેક્શનમાં ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મમાં તેણે દમદાર સ્ટોરીને શાનદાર લોકેશન્સ સાથે શૂટ કરી છે. પરંતુ સ્ટોરી એટલી ધીમી ચાલે છે કે ફિલ્મ તમને ફર્સ્ટ હાફમાં જ બોર કરે છે. જેમાં બે સ્ટોરીઝ એક સાથે ચાલે છે. આ કારણે ઓડિયન્સને થોડું બોરિંગ લાગી શકે છે. ફિલ્મની સ્પીડ વધારીને તેને વધુ સારી બનાવી શકાઇ હોત.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
'લાઇફ ઓફ પાઇ' જેવી ફિલ્મ બાદ સૂરજ શર્માએ 'ફિલ્લૌરી'માં શાનદાર એક્ટિંગ કરી છે. પહેલીવાર ભૂતનીના રોલમાં અનુષ્કા શર્મા પણ સુપર લાગે છે. જોકે, દિલજીતની ગત ફિલ્મ્સના મુકાબલે આ ફિલ્મમાં સિંગર અને કવિના રોલમાં જોવા મળે છે. તેની અને અનુષ્કાની જોડી સ્ક્રિન પર રિફ્રેશિંગ લાગે છે.
 
સંગીતઃ
'ફિલ્લૌરી'નું સંગીત એવરેજ છે. રોમી અને પવની પાંડેના અવાજમાં ગાયેલું ગીત 'સાહિબા...' તમને જરૂર પસંદ આવશે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
'ફિલ્લૌરી'માં તમને નવું જોવા મળશે. પરંતુ ફિલ્મની ધીમી સ્પીડ તમને બોર કરી શકે છે. છતાં અનુષ્કાની ઉત્તમ એક્ટિંગ માટે ફિલ્મ એકવાર જોવા જેવી છે.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Phillauri is directed by Anshai Lal
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended