Home »Reviews »Film Reviews» Noor Is Based On Karachi You Are Killing Me

Movie Review: નૂર

divyabhaskar.comq | Apr 21, 2017, 10:33 AM IST

  • Movie Review: નૂર,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: ડ્રામા
    • Director: સુનહિલ સિપ્પી
    • Plot: 'નૂર' પાકિસ્તાનની રહેવાસી જર્નલિસ્ટ અને રાઇટર સબા ઇમ્તિયાઝ ના લખેલા ઉપન્યાસ 'karachi : You are killing me' પર આધારિત છે.
મુંબઇની એક જર્નલિસ્ટની સ્ટોરીને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આવો જાણીએ કેવી છે આ ફિલ્મ..
 
ફિલ્મ રિવ્યૂઃ
નૂર
રેટિંગઃ2/5
સ્ટારકાસ્ટઃ
સોનાક્ષી સિંહા, કાનન ગિલ, મનીષ ચૌધરી, પૂરબ કોહલી, શિબાની દાંડેકર, સ્મિતા તામ્બે
ડિરેક્ટરઃ
સુનહિલ સિપ્પી
નિર્માતાઃ
ટી સીરિઝ, વિક્રમ મલ્હોત્રા
સંગીતઃ
અમાલ મલિક
પ્રકારઃ
ડ્રામા
 
વાર્તાઃ
આ સ્ટોરી પોતાની જ ધુનમાં રહેનાર જર્નલિસ્ટ નૂર રોય ચૌધરી (સોનાક્ષી સિંહા)ની છે. જે મુંબઇમાં બઝ ચેનલ માટે ન્યૂઝ રિપોર્ટિંગ કરે છે. નૂરને જનરલ અને રિયાલિટી બેઝ્ડ સ્ટોરી બનાવવી પસંદ હોય છે પરંતુ પોતાના બોસ (મનીષ ચૌધરી)ના કહેવાથી તેને બોલિવૂડના ન્યૂઝ વધારે કવર કરવાની હોય છે. નૂર પોતાની સાથે જ વાતો કરે છે અને પોતાની રીતે જિંદગી જીવવાની કોશિશ કરે છે. નૂરના ઘરમાં તેના પિતા હોય છે. આ સાથે જ ઘરની બહાર તેની દોસ્ત ઝારા (શિબાની દાંડેકર) અને સાદ સહગલ (કાનન ગિલ) છે. જે હંમેશા તેની દેખરેખ કરે છે. નૂરનો આ એક ખાસ દોસ્ત અયાન બેનર્જી (પૂરબ કોહલી) પણ છે. જે નૂર માટે ખૂબ સ્પેશ્યિલ છે. નૂર એક દિવસ મોટા કૌભાંડની સ્ટોરી કવર કરે છે. પરંતુ તેની આ સ્ટોરી ચોરી કરીને કોઇ અન્ય પોતાના નામે ચલાવી દે છે. આ જ કારણે સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે અને બધું જ બદલાઇ જાય છે. આ સ્ટોરીનો અંત કેવો હશે એ તો ફિલ્મ જોઇને જ જાણ થશે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન, લોકેશન્સ અને કેમેરા વર્ક કમાલનું છે. ડિરેક્ટરે શૂટ પણ સારી રીતે કર્યું છે. સિનેમેટોગ્રાફી સુંદર છે. આ ફિલ્મની સ્ટોરી આમ તો ફેમસ નોવેલ પર આધારિત છે પરંતુ જોવામાં નબળી લાગે છે. સ્ટોરીને વધુ મજબૂત તેમજ રસપ્રદ બનાવવાની જરૂર હતી. ડાયલોગ્સ સરસ છે પરંતુ સ્ટોરી જોતા સમયે એક સમયે કંટાળો આવવા લાગે છે અને મનમાં સવાલ આવે છે કે ક્યારે આ ફિલ્મ પૂરી થશે. ફિલ્મનો ક્લાઇમેક્સ તો નબળો છે. જર્નલિસ્ટની જિંદગી પર વધુ રિસર્ચ કરાયું હોત તો વધુ રસપ્રદ બની હોત.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
સોનાક્ષી સિંહાએ ખૂબ સારૂ પર્ફોર્મન્સ આપ્યું છે. જે સહજ લાગી રહ્યું છે. આ સાથે જ કાનન ગિલ, શિબાની દાંડેકર, મનીષ ચૌધરી, પૂરબ કોહલીનું કામ પણ સારૂ છે. મરાઠી અભિનેત્રી સ્મિતા તામ્બેએ 'માલતી'નો રોલ ખૂબ જ ઉત્તમ રીતે કર્યો છે.
 
સંગીતઃ
ફિલ્મનું સંગીત સારૂ છે. 'ગુલાબી આંખે', 'ઉફ યે નૂર' જેવા ગીત સ્ટોરીના ફ્લોમાં જ આવે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ કમાલનું છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
જો સોનાક્ષી સિંહાના ફેન છો તો આ ફિલ્મ એકવાર જરૂર જોઇ શકો છો.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Noor Is Based on karachi You are killing me
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended