Home »Reviews »Film Reviews» Naam Shabana Movie Review

Movie Review: નામ શબાના

divyabhaskar.com | Mar 30, 2017, 10:25 AM IST

  • Movie Review: નામ શબાના,  film reviews news in gujarati
    Releasing Date:March 31, 2017
    • Genre: એક્શન થ્રિલર
    • Director: શિવમ નાયર
    • Want to Watch: 0%
    • Plot : વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'બેબી'ની પ્રિક્વલ સ્ટોરી નીરજ પાંડેએ પોતાના પ્રોડક્શન હેઠળ બતાવવાની કોશિશ કરી છે.
‘બેબી’ ફિલ્મ પછી તેના ડિરેક્ટર નીરજ પાંડેએ ફિલ્મના કેરેક્ટર 'શબાના'ની જિંદગી પર સ્ટોરી લખી અને પ્રિક્વલ તરીકે તેને ડિરેક્ટ કરવાની જવાબદારી શિવમ નાયરને આપી છે. કેવી બની છે આ ફિલ્મ આવો જાણીએ...
 
ફિલ્મ રિવ્યૂઃ 
નામ શબાના
રેટિંગઃ3/5
સ્ટારકાસ્ટઃ
તાપસી પન્નુ, અક્ષય કુમાર, મનોજ વાજપેઈ, અનુપમ ખેર, પૃથ્વીરાજ સુકુમારન, મધુરિમા તુલી
ડિરેક્ટરઃ
શિવમ નાયર
નિર્માતાઃ
નીરજ પાંડે, શીતલ ભાટિયા
સંગીતઃ
રોચક કોહલી, મીત બ્રોસ
પ્રકારઃ
એક્શન થ્રિલર
વાર્તાઃ
આ સ્ટોરી શબાના ખાન (તાપસી પન્નુ)ની છે. જે મુંબઇમાં પોતાની મોમ સાથે રહે છે અને સ્કૂલ દરમિયાન તેના પિતાનું કોઇ કારણોસર અવસાન થઇ જાય છે. આથી તે ગુમસુમ રહે છે અને પોતાની જ ધુનમાં રહે છે. શબાના અભ્યાસ પણ કરતી હોય છે. તેની કોલેજમાં જ સાથે અભ્યાસ કરતો જય તેને ખૂબ પસંદ કરે છે પરંતુ એક દુર્ઘટનામાં જયનું પણ અવસાન થઇ જાય છે. જેના કારણે તૂટેલી શબાના સ્પેશ્યિલ ટાસ્ક ફોર્સ જોઇન કરે છે. આ ફોર્સના હેડ (મનોજ વાજપેઈ)ના કહેવાથી ઇન્ટરનેશનલ વોન્ટેડ ક્રિમિનલ મિખાઇલને પકડવા માટે મલેશિયા જાય છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે. જ્યારે અક્ષયની એન્ટ્રી થાય છે અને છેલ્લે સ્ટોરી તેના અંજામ સુધી પહોંચે છે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન ખૂબ કમાલનું છે. ખાસ તો લોકેશન્સ અને એક્શન જોરદાર છે. તેમજ ફિલ્મના ડાયલોગ્સ પણ સારા છે.
ફિલ્મની સ્ટોરી ખૂબ ધીમી છે. જે ઇન્ટરવલ પછી ઝડપ પકડે છે. સ્ટોરીમાં હજુ ઝડપ રાખવામાં આવી હોત તો સારૂ રહ્યું હોત. ફિલ્મમાં સરપ્રાઇઝ પણ ઓછી રાખવામાં આવી છે. જેને વધુ સારી બનાવી શકાય હોત. સ્ટોરી પણ અંદાજો લગાવી શકાય તેવી છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
એક બાજુ તાપસી પન્નુએ દમદાર અભિનય કર્યો છે તો અનુપમ ખેર, પૃથ્વીરાજનું કામ પણ સહજ છે. મનોજ વાજપેઈએ ઉત્તમ કામ કર્યું છે અને અક્ષય કુમાર પણ જ્યારે આવે છે ત્યારે સ્ટોરી રસપ્રદ થઇ જાય છે. અન્ય સ્ટાર્સનું કામ પણ સારૂ છે.
 
સંગીતઃ
ફિલ્મનું સંગીત સારૂ છે. 'રોઝાના', 'ઝૂબી ઝૂબી' અને 'જિંદા' ગીત સ્ટોરી સાથે જ જામે છે. આમ તો રીલિઝ પહેલા ફિલ્મના ગીત એટલા ફેમસ થયા ના હતાં.
 
ફિલ્મ જોવી કે નહી.? :
અક્ષય કુમાર, તાપસી પન્નુ અને મનોજ વાજપેઇના દિવાના છો તો આ ફિલ્મ એકવાર જરૂર જોવી જોઇએ.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Naam Shabana movie review
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended