Home »Reviews »Film Reviews» Laali Ki Shaadi Mein Laaddoo Deewana Is Directed By Manish Harishankar

Movie Review: લાલી કી શાદી મેં લડ્ડુ દિવાના

divyabhaskar.com | Apr 07, 2017, 10:41 AM IST

  • Movie Review: લાલી કી શાદી મેં લડ્ડુ દિવાના,  film reviews news in gujarati
    Releasing Date:April 07, 2017
    • Genre: ફેમિલી ડ્રામા
    • Director: મનીષ હરિશંકર
    • Want to Watch: 0%
    • Plot : લગ્નના ચક્કરમાં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સને આ ફિલ્મના માધ્યમથી દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે.
જેમ કે તમે ટ્રેલરમાં જોયું હશે આ ફિલ્મની સ્ટોરી ફેમિલી ડ્રામા પર આધારિત છે. કોઇ ઘટના એવી થાય છે જેથી બે પરિવાર વચ્ચે લગ્નનો મામલો ફસાઇ જાય છે. આવો જાણીએ કેવી બની છે આ ફિલ્મ...
 
વાર્તાઃ
આ ફિલ્મની સ્ટોરી લલિતપુરના રહેવાસી લડ્ડૂ (વિવાન શાહ)ની છે. જેના પિતા (દર્શન જરીવાલા)ની સાઇકલ વેચવાની દુકાન છે. પરંતુ લડ્ડૂ પૈસાદાર બનવાનું સપનું લઇને વડોદરા આવે છે અને અહીં રેસ્ટોરાંમાં કામ કરવા લાગે છે. રેસ્ટોરાંનો માલિક (સંજય મિશ્રા) તેના ટેલેન્ટથી ખુશ થાય છે. અહીં લડ્ડૂની મુલાકાત લાલી(અક્ષરા હસન) સાથે થાય છે. જે પોતાના પિતા (સૌરભ શુક્લા)નું ઘર છોડીને વડોદરામાં કામ કરતી હોય છે. લડ્ડૂ અને લાલી એકબીજાને પ્રેમ કરવા લાગે છે પરંતુ પૈસાદાર બનવાની ઇચ્છામાં લડ્ડૂ લાલીના બદલે રૂપિયાને વધુ મહત્વ આપવા લાગે છે અને પોતાના બોસ (રવિ કિશન) સાથે વધારે સમય પસાર કરે છે. આ જ કારણે લાલી ઘર છોડીને ચાલી જાય છે. પછી સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે અને રામ નગરની વિરાસતના રાજકુમાર વીર (ગુરમીત ચૌધરી) સાથે લાલીના લગ્ન નક્કી થાય છે. હવે સ્ટોરીમાં અનેક ટ્વિસ્ટ આવે છે અને અંતે ટિપિકલ હિંદી ફિલ્મની જેમ જ એન્ડ થાય છે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન અને લોકેશન્સ કમાલનું છે. ખાસ તો ડ્રોન કેમેરાનો ખૂબ જ સારો ઉપયોગ કરાયો છે. સિનેમેટોગ્રાફી પણ સારી છે.
ફિલ્મની સ્ટોરી નબળી છે. જેને વધુ મજબૂત બની શકી હોત. ફિલ્મ દરમિયાન ફલેશબેક અને વર્તમાન પણ સ્ટોરીને ડિસ્ટર્બ કરે છે. ફિલ્મમાં એક સમય એવો પણ આવે છે જેથી તમે સરળતાથી પ્રેડિક્ટ કરી શકો છો. સ્ક્રિનપ્લે વધુ સારો થઇ શકતો હોત. જોકે, ડાયલોગ સારા છે અને ક્યારેક હસવું પણ આવે છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
સૌરભ શુક્લા, સંજય મિશ્રા, દર્શન જરીવાલાનું કામ ખુબ જ સરસ છે. તો ગુરમીત ચૌધરીએ પણ સારૂ કામ કર્યું છે. વિવાન શાહ અને અક્ષરા હસનની કેમિસ્ટ્રી પણ સારી છે અને રવિ કિશન, કવિતા વર્મા સાથે સાથે જ અન્ય સ્ટાર્સનું કામ પણ સારૂ છે. ક્લાઇમેક્સમાં વિવાન અને દર્શન જરીવાલા વચ્ચે આવેલો સીન પણ રસપ્રદ લાગે છે.
 
સંગીતઃ
ફિલ્મનું મ્યૂઝિક સારૂ છે. ટાઇટલ ટ્રેકમાં સુખવિંદર સિંહે કમાલનું ગીત ગાયું છે તો 'રોગ જાને' અને 'રિશ્તા' જેવા ગીત પણ સારા છે. આ ગીત સારા તો છે પરંતુ સ્ટોરીના ફ્લોને રોકતા હોય તેવું લાગે છે. જેને વધુ સારા બનાવી શકાયા હોત.
 
ફિલ્મ જોવી કે નહી.? :
જો ઉપર લખેલી સ્ટારકાસ્ટના દિવાના છો તો આ ફિલ્મ એકવાર જોઇ શકો છો.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Laali Ki Shaadi Mein Laaddoo Deewana is directed by Manish Harishankar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended