Home »Reviews »Film Reviews» Guest Iin London Is Directed By Ashwni Dhir

Movie Review: 'ગેસ્ટ ઇન લંડન'

divyabhaskar.com | Jul 06, 2017, 19:21 PM IST

  • Movie Review: 'ગેસ્ટ ઇન લંડન',  film reviews news in gujarati
    Releasing Date:July 07, 2017
    • Genre: કોમેડી ડ્રામા
    • Director: અશ્વિની ધીર
    • Want to Watch: 0%
    • Plot : આ વખતે અતિથિના આગમનની સ્ટોરી લંડનમાં બેઝ્ડ છે.
આ પહેલા અજય દેવગન સાથે અતિથિના રૂપમાં પરેશ રાવલે એન્ટ્રિ કરી હતી. આ વખતે કાર્તિક આર્યન સાથે સ્ટોરી લંડનમાં બેઝ્ડ છે. કેવી બની છે આ ફિલ્મ આવો જાણીએ...  
 
ફિલ્મ રિવ્યૂઃ
'ગેસ્ટ ઇન લંડન'
રેટિંગઃ2.5/5
સ્ટારકાસ્ટઃ
કાર્તિક આર્યન, પરેશ રાવલ, ક્રિતિ ખરબંદા, તનવી આઝમી, સંજય મિશ્રા
ડિરેક્ટરઃ
અશ્વિની ધીર
નિર્માતાઃ
કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક
સંગીતઃ
અમિત મિશ્રા, રાઘવ સચ્ચર, અમર મોહિલે (બેકગ્રાઉન્ડ સ્કોર)
પ્રકારઃ
કોમેડી ડ્રામા
 
વાર્તાઃ
આ સ્ટોરી આર્યન ગ્રોવર (કાર્તિક આર્યન) અને અનાયા પટેલ (ક્રિતિ ખરબંદા)ની છે. જે લંડનમાં રહીને કોઇ કારણોસર લવ મેરેજ કરવા ઇચ્છે છે. જોકે, આ લગ્ન પાછળ બન્નેના પોતપોતાના કારણ હોય છે. પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ભારતથી કાકા (પરેશ રાવલ) પોતાની પત્ની ગુડ્ડી (તન્વી આઝમી) સાથે તેના ઘરે આવે છે. આ પછી તેમની લાઇફમાં ખૂબ બદલાવ આવે છે અને સ્ટોરીમાં ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. આ ગેસ્ટ આવી તો ગયા છે પરંતુ જવાનું નામ જ લેતા નથી. આગળ સ્ટોરીમાં શું થાય છે એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી જોઇશે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી કમાલની છે. લંડનના વિઝ્યુઅલ્સ કમાલના છે. ફિલ્મનું ફર્સ્ટ હાફ તો ઠીક ઠાક છે પરંતુ સેકન્ડ હાફમાં સ્ટોરી વિખરાયેલી જોવા મળે છે. એક સમય પછી તમને એવું લાગે છે કે સ્ટોરીને જબરજસ્તીથી આગળ વધારવામાં આવે છે. સ્ટોરીને હજુ થોડી વધારે મઠારવામાં આવી હોત તો રસપ્રદ બન્યું હોત. ફિલ્મનો અંત સારો થઇ શક્યો હોત અને એડિટીંગ પર પણ વધારે કામ કરવાની જરૂર હતી.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ:
કાર્તિક આર્યનનું આ ફિલ્મમાં કામ સરસ છે. તો ક્રિતિ ખરબંદાએ પણ સારૂ કામ કર્યું છે. તન્વી આઝમીનું કામ વખાણવા લાયક છે પરંતુ પરેશ રાવલે પોતાની એક્ટિંગથી હંમેશની જેમ તમને સરપ્રાઇઝ આપવામાં કોઇ જ કસર છોડી નથી. સંજય મિશ્રા અને બાકીના સ્ટાર્સે પણ સારૂ કામ કર્યું છે.
 
ફિલ્મનું મ્યૂઝિકઃ
ફિલ્મનું સંગીત ઠીક છે. જેને વધુ સારૂ બનાવી શકાયું હોત. ગીત ફિલ્મની ઝડપને ખરાબ કરે છે પરંતુ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સારૂ છે.
 
ફિલ્મ જોવી કે નહીં:
જો હળવી કોમેડી ફિલ્મ્સ જોવી પસંદ છે તો એકવાર જરૂર જોવી જોઇએ.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Guest Iin London Is Directed by Ashwni Dhir
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended