Home »Reviews »Film Reviews» Badrinath Ki Dulhania Is Romantic Comedy Film

Movie Review: બદ્રિનાથ કી દુલ્હનિયા

divyabhaskar.com | Mar 10, 2017, 12:02 PM IST

  • Movie Review: બદ્રિનાથ કી દુલ્હનિયા,  film reviews news in gujarati
    Releasing Date:March 10, 2017
    • Genre: રોમાન્ટિક કોમેડી ડ્રામા
    • Director: શશાંક ખેતાન
    • Want to Watch: 0%
    • Plot : 'બદ્રિનાથ કી દુલ્હનિયા' રોમાન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે. જેની સ્ટોરી શશાંક ખેતાને લખી છે તેમજ ફિલ્મ પણ તેણે જ ડિરેક્ટ કરી છે.
ડિરેક્ટર શશાંક ખેતાન એક ઘસાયેલો વેડિંગ ડ્રામા લઇને થિયેટરમાં આવ્યા છે. અમે વાત કરી રહ્યા છે ફિલ્મ 'બદ્રિનાથ કી દુલ્હનિયા'ની. જે રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' પછી એકવાર ફરી શશાંક અને કરણે સ્ક્રિન પર વરૂણ ધવન અને આલિયા ભટ્ટના લગ્ન કરાવ્યા છે. આવો જાણીએ કેવી છે આ ફિલ્મ....
 
ફિલ્મ રિવ્યૂઃ
બદ્રિનાથ કી દુલ્હનિયા
રેટિંગઃ2/5
સ્ટારકાસ્ટઃ
વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આકાંક્ષા સિંહ, ગૌહર ખાન, શ્વેતા બસુ પ્રસાદ અને યશ સિંહા
ડિરેક્ટરઃ
શશાંક ખેતાન
નિર્માતાઃ
કરણ જોહર
સંગીતઃ
અમાલ મલિક, તનિષ્ક બાગચી, અખિલ સચદેવ
પ્રકારઃ
રોમાન્ટિક કોમેડી ડ્રામા
 
વાર્તાઃ
આ સ્ટોરી છે બદ્રિનાથ એટલે કે વરૂણ ધવનની. જે ઝાંસીમાં ફેમિલી સાથે રહે છે. બદ્રિના મોટાભાઇના લગ્ન જબરજસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રિ પોતાના હિસાબે યુવતી ઇચ્છે છે. આ દરમિયાન તે એક દોસ્તના લગ્નમાં કોટા જાય છે. જ્યાં તેની મુલાકાત વૈદેહી એટલે કે આલિયા ભટ્ટ સાથે થાય છે. બદ્રિ વૈદેહી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. પરંતુ વૈદેહી તેની સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી કારણકે તેના જીવનમાં કેટલાક ગોલ મેળવવાના હોય છે. આ દરમિયાન જ્યારે વૈદેહીના મોટા બહેના લગ્ન થાય છે ત્યારે તે સેક્રીફાઇઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ લગ્નના દિવસે જ તે ઘરેથી ભાગી જાય છે. તો શું બદ્રિને તેની દુલ્હનિયા મળી શકશે.? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શનઃ
શશાંક ખેતાનનું ડિરેક્શન સારૂ છે. નાના શહેરની સ્ટોરીના હિસાબે તેણે દરેક વાતનું ધ્યાન રાખ્યું છે. જોકે સ્ટોરીમાં કશું જ નવું નથી. ઉપરાંત ફિલ્મ પણ ઘણી ધીમી ચાલે છે. સ્ટોરી અને તેના ફ્લો પર વધુ કામ કરવાની જરૂર હતી.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
વરૂણ ધવન અને આલિયા ભટ્ટની એક્ટિંગ સારી છે. વરૂણે પોતાને યુપીના રંગમાં ઢાળવાની સફળ કોશિશ કરી છે. તો આલિયાએ પણ પોતાના કેરેક્ટરને પૂરતો ન્યાય આપ્યો છે. બાકીના એક્ટર્સે પણ બરાબર કામ કર્યું છે.
 
સંગીતઃ
ફિલ્મનું ટાઇટલ સોંગ અને 'તમ્મા તમ્મા' પહેલા જ લોકો વચ્ચે ફેમસ થઇ ચૂક્યું છે. બાકીના ગીત પણ સારા છે. જોકે, કેટલાક સોંગ્સ વધુ પડતા લાંબા છે. જેમ કે, 'આશિક સરેન્ડર હુઆ' ગીત ખૂબ લાંબુ છે. જે સ્ટોરીના ફ્લોને અસર પહોંચાડે છે.
 
ફિલ્મ જોવી કે નહી.?:
સ્ટોરીમાં કંઇ જ નવું ના હોવાના કારણે અને ફિલ્મ ધીમી હોવાના કારણે ઓડિયન્સ પરેશાન થઇ શકે છે. વરૂણ અને આલિયા ભટ્ટના ફેન્સ આ ફિલ્મ જરૂર જોઇ શકે છે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Badrinath Ki Dulhania is romantic comedy film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended