Home » News » Bollywood Buzz » Mona Kapoor's Funeral Juhu

રડતી આંખે બોનીએ આપી પત્ની મોનાને અંતિમ વિદાય

divyabhaskar.com | Mar 26, 2012, 16:30PM IST

બોની કપૂરની પ્રથમ પત્ની મોના કપૂરનું રવિવાર બપોરે દુઃખદ અવસાન થયું હતું. સોમવારના રોજ સવારે મુંબઈના જુહુ ખાતેના પવનહંસ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અર્જુન કપૂર, પતિ બોની કપૂર, અનિલ કપૂર અને તેનો પરિવાર હાજર રહ્યો હતો. બોલિવૂડની મોટાભાગની હસ્તીઓ આ પ્રસંગે આવી હતી. માધુરી દિક્ષીત, સલમાન ખાન, અભિષેક બચ્ચન, અબ્બાસ-મસ્તાન, તબ્બુ, શેખર સુમન, જાવેદ-શબાના સહિત અનેક સ્ટાર્સ આવ્યા હતા.

નોંધનીય છે કે, મોના છેલ્લાં કેટલાંય મહિનાઓથી બિમાર હતી. મોનાને કેન્સર સહિત અનેક બિમારીઓ હતી. હાલમાં જ મોનાની તબિયત ખરાબ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 

 


Email Print
0
Comment
Latest | Popular