Home » News » Bollywood Buzz » Interesting Facts Of Tina Ambani

ગુજરાતણ ટીના અંબાણીનાં જીવનની રસપ્રદ અને ખાસ વાતો

divyabhaskar.com | Feb 10, 2013, 08:00AM IST

એક સમયની બોલિવૂડની સફળ અભિનેત્રી અને હાલમાં ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપત્તિ અનિલ અંબાણીની પત્ની ટીના મુનિમ અંબાણીનો 11 ફેબ્રુઆરીનાં રોજ જન્મદિવસ છે.ટીના અંબાણીનો જન્મ 11 ફેબ્રુઆરી 1957નાં રોજ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો.



પરિવારમાં તેના નવ ભાઈઓ અને બહેનોમાં ટીના સૌથી નાની હતી. ત્યારબાદ તેનો પરિવાર બાંગ્લાદેશના ઢાંકામાં રહેતો હતો. તેની ટીનએજમાં તે આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરીને મિસ ફોટોજેનિક અને મિસ બિકીનીનો ખિતાબ પણ જીતી હતી.17 વર્ષની ઉંમરે તો તેણે દેવઆનંદ સાથે 'દેશ-પરદેસ'થી બોલિવૂડમાં એન્ટ્રી પણ કરી દીધી હતી. ત્યાર બાદ તેમણે 'બાતોં બાતોં મેં','કર્ઝ','રોકી' 'રાજપુત' અને 'સૌતન' જેવી સુપરહીટ ફિલ્મ્સ આપી હતી.



ટીના અંગે વધુ જાણવા આ તસવીરો પર કરો એક નજર...

 

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: interesting facts of tina ambani
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment