Home »Reviews »Film Reviews» Half Girlfriend Movie Review

Movie Review: 'હાફ ગર્લફ્રેન્ડ'

divyabhaskar.com | May 19, 2017, 10:36 AM IST

  • Movie Review: 'હાફ ગર્લફ્રેન્ડ',  film reviews news in gujarati
    Releasing Date:May 19, 2017
    • Genre: રોમેન્ટિક ડ્રામા
    • Director: મોહિત સૂરી
    • Want to Watch: 0%
    • Plot : ચેતન ભગતની નોવેલ પર આધારીત છે આ ફિલ્મ

ક્રિટિક  રેટિંગ
    1.5 /5
સ્ટાર કાસ્ટ અર્જુન કપૂર, શ્રદ્ધા કપૂર, વિક્રાંત મસ્સી, રેહા ચક્રવર્તી, સીમા બિશ્વાસ
ડિરેક્ટરમોહિત સૂરી
પ્રોડ્યુસરબાલાજી ટેલિફિલ્મ્સ, ચેતન ભગત, મોહિત સૂરી
મ્યૂઝિકમિથુન, તનિષ્કા બાગચી, ઋષિ રિચ, રાજૂસિંહ(બેકગ્રાઉન્ડ સ્કોર)
જોનરરોમેન્ટિક ડ્રામા
 
ચેતન ભગતની મોટા ભાગની નોવેલ પર ફિલ્મ્સ બનાવવામાં આવી છે. આજે તેની નોવેલ પર આધારિત વધુ એક ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે.

સ્ટોરી
ફિલ્મની સ્ટોરી બિહારના રહેવાસી માધવ ઝા(અર્જુન કપૂર)ની છે. જે દિલ્હીમાં આવીને સ્પોર્ટ્સ કોટામાંથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે. અહીં તેની મુલાકાત રિયા સોમાની (શ્રદ્ધા કપૂર)સાથે થાય છે. બન્નેનો રસનો સબ્જેક્ટ બાસ્કેટ બોય છે. જ્યાં માધવનું દિલ્હી ગર્લ રિયા પર દિલ આવી જાય છે, પણ રિયા તેને પ્રેમ કરતી નથી. જોકે, તે માધવની હાફ ગર્લફ્રેન્ડ બની જાય છે. કોઈ કારણસર બન્ને વચ્ચે મતભેદ થાય છે. ત્યાર બાદ સ્ટોરી બિહાર અને લંડન સુધી પણ જાય છે. માધવની લવ સ્ટોરીમાં તેના મિત્ર શૈલેષ(વિક્રાંત મસ્સી)નું પણ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. હવે શું માધવ અને રિયાની લવ સ્ટોરી પુરી થઈ શકશે? આ અંગે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શન
ફિલ્મનું ડિરેક્શન સારું છે અને લોકેશન્સ પણ કમાલના છે. સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક પણ ઉત્તમ છે. જોકે ફિલ્મની સ્ટોરી પ્રેડિક્ટેબલ અને નબળી છે, જે આગળ વધવા સાથે જ કંટાળો આવવા લાગે છે. આ પહેલા પણ ચેતન ભગતની નવલકથાઓને ફિલ્મ્સમાં તબ્દીલ કરવામાં આવી છે, પણ આ ફિલ્મ તે લેવલની બની શકી નથી. જે પ્રકારના સિનેમાની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, તે પુરી થઈ શકી નથી. એક દર્શક તરીકે દિલમાં સવાલ થાય કે, આ ફિલ્મ શા માટે બનાવવામાં આવી છે?જેમાં પાત્રોની એક્ટિવિટીજનો કોઈ ઉદ્દેશ સમજાતો નથી. કોઈ ફેમિલીથી દૂર થઈ રહ્યું છે તો કોઈ પ્રેમથી. કારણ જણાવવા માટે કોઈ તૈયાર નથી. ઈમોશન્સથી ભરેલી સ્ટોરી ઈમોશનલેસ જોવા મળી રહી છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ
અર્જુન કપૂરનું કામ સહજ છે અને માધવના રોલમાં તે ફિટ બેઠો છે. તેનો વાત કરવાનો અંદાજ પણ સારો છે. અર્જુનના મિત્રના રૂપમાં વિક્રાંત મસ્સીનું કામ જોઈને કહી શકાય કે, તેને ભવિષ્યમાં પણ પ્રોજેક્ટ્સ મળતા રહેશે. શ્રદ્ધાનું કામ પણ સારું છે અને બાકીના કલાકારોએ પણ પોતાનું યોગદાન આપ્યું છે.
 
ફિલ્મનું મ્યૂઝિક
ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે અને સ્ટોરીની સાથે સાથે ચાલે છે.  'ફિર ભી તુમકો ચાહુંગા' સૌથી સારું સોંગ છે. બાકીના સોંગ્સ તો ઠીક છે, પણ સ્ક્રીન પ્લે દરમિયાન સ્ટોરીનો લય તૂટી જાય છે.

જોવી કે નહીં
જો અર્જુન અને શ્રદ્ધાના જબરદસ્ત ફેન હોય તો એકવાર ટ્રાય કરી શકાય છે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Half Girlfriend Movie Review
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended