Home »Reviews »Film Reviews» Bollywood Film Wedding Anniversary Is An Average Film

Movie Review: વેડિંગ એનિવર્સરી

divyabhaskar.com | Feb 23, 2017, 12:54 PM IST

  • Movie Review: વેડિંગ એનિવર્સરી,  film reviews news in gujarati
    Releasing Date:February 24, 2017
    • Genre: રોમેન્ટિક ડ્રામા
    • Director: શેખર એસ ઝા
    • Want to Watch: 0%
    • Plot : આ ફિલ્મ ગોવા બેઝ્ડ એક મેરેજ એનિવર્સરીની રાત્રે થતી ઘટનાઓ પર આધારિત છે.
ગોવાની એક રાતની વાર્તા આ ફિલ્મમાં બતાવવામાં આવી છે, જ્યાં પહેલી જ વાર નાના તથા માહી એક ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતાં.

વાર્તાઃ
ફિલ્મની વાર્તા ગોવા તથા તેના દ્રશ્યોની સાથે એક ગીતથી શરૂ થઆય છે. જેમાં ત્રણ મિનિટનો સમય જાય છે. પછી એન્ટ્રી થાય છે કહાનીની(માહી)ની. કહાની પોતાની વેડિંગ એનિવરસ્રી માટે ખાસ ગોવા આવી છે. તે પોતાના પતિ નિર્ભય(પ્રિયાંશુ ચેટર્જી)ની રાહ જોતી હોય છે. પ્રિયાંશુ મુંબઈથી ફ્લાઈટ લેવામાં મોડું કરે છે. આ સમય દરમિયાન કહાની, નાગાર્જુન(નાના પાટેકર)ની બુક પ્રતિબિંબ વાંચતી હોય છે અને અચાનક તેની સામે નાગાર્જુનની એન્ટ્રી થાય છે. આખી રાતમાં નાગાર્જુન, કહાનીને તેના જીવનની સાચી વાત કહે છે અને ગોવા બતાવે છે. અલગ-અલગ લોકોને મળવા છે અને ફિલ્મના અંતમાં નિર્ભય મુંબઈથી ગોવા આવે છે અને વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરે છે.

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન ઠીક છે. લોકેશન સારા છે પરંતુ મોટાભાગના ઈન-ડોર છે. જોકે, ફિલ્મની વાર્તા તથા સ્ક્રિનપ્લે ઘણું જ નબળું છે. આ ફિલ્મની વન-લાઈનર સારી છે. જોકે, જ્યારે આખી ફિલ્મ બાઉન્ડ સ્ક્રિપ્ટમાં બદલાઈ અને શૂટિંગ માટે ગઈ હશે, ત્યારે કંઈક અલગ બનીને સામે આવ્યું. પાત્રો ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાય છે. ફિલ્મ રોમેન્ટિક છે પરંતુ નાના પાટેકરનાસ સંવાદો સિવાય દૂર-દૂર સુધી ક્યાંય રોમાન્સ જોવા મળતો નથી. પત્ની કૅપ શોપમાં જાય, સ્પા માટે જાય, અલગ-અલગ લોકો મળે, બધું જ નકલી દેખાય છે. 

એક્ટિંગઃ
નાના પાટેકરની એક્ટિંગ પર સવાલ ઉઠાવી શકાય નહીં, તેમાંય જ્યારે તે ડાયલોગ બોલે છે, તો કોઈ-કોઈ ડાયલોગ તમને વિચારવા મજબૂર કરી દે છે. માહી ગીલ લાંબા સમય બાદ બિગ સ્ક્રિન પર આવી છે અને તેની એક્ટિંગમાં સહજતા જોવા મળી નહીં. તે સંવાદો વાંચેલા વાંચતી હોય તેમ લાગ્યું. પ્રિયાંશુ તો ફોન પર જ હોય છે, એકાદ-બે સીનમાં સારો લાગે છે.

સંગીતઃ
સંગીત ઠીક છે. ખાસ કરીને બેક ગ્રાઉન્ડ સારો છે. જોકે, જ્યારે પણ ગીતો આવે છે, ત્યારે ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે.

ફિલ્મ જોવી કે નહીં:
માત્ર નાના પાટેકરની શેરો-શાયરી તથા સંવાદો માટે એકવાર ટ્રાય કરી શકાય.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood film wedding anniversary is an average film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended