Home »Reviews »Film Reviews» Commando 2 Is Action Film Directed By Deven Bhojani

Movie Review: કમાન્ડો 2

divyabhaskar.com | Mar 03, 2017, 16:03 PM IST

  • Movie Review: કમાન્ડો 2,  film reviews news in gujarati
    Releasing Date:March 03, 2017
    • Genre: એક્શન થ્રિલર
    • Director: દેવેન ભોજાણી
    • Want to Watch: 0%
    • Plot : 'કમાન્ડો 2- ધ બ્લેક મની ટ્રેઇલ' વિદ્યુતની 2013માં આવેલી ફિલ્મ 'કમાન્ડો'ની સીક્વલ છે
'કમાન્ડો 2 - ધ બ્લેક મની ટ્રેઇલ' વિદ્યુતની વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'કમાન્ડો'ની સીક્વલ છે. ફિલ્મનો પહેલો ભાગ દીલિપ ઘોષે ડિરેક્ટ કર્યો હતો તો તેની સીક્વલ દેવેન ભોજાણીએ ડિરેક્ટ કરી છે. આવો જાણીએ કેવી છે આ ફિલ્મ....
 
ફિલ્મ રિવ્યૂઃ
કમાન્ડો 2
રેટિંગઃ
2/5
સ્ટારકાસ્ટઃ
વિદ્યુત જામવાલ, અદા શર્મા, ઇશા ગુપ્તા, ફ્રિડી દારૂવાલા, આદિલ
ડિરેક્ટરઃ
દેવેન ભોજાણી
નિર્માતાઃ
વિપુલ અમૃતલાલ શાહ
સંગીતઃ
મન્નાન શાહ,  ગૌરવ રૌશન, પ્રસાદ સૃષ્ટિ
પ્રકારઃ
એક્શન થ્રિલર
 
વાર્તાઃ
વિદ્યુત જામવાલે ફિલ્મમાં કેપ્ટન કરણવીર સિંહ તરીકે કમબેક કર્યું છે. જે ફિલ્મમાં ગરીબ અને પીડિત લોકોની મદદ કરે છે. કેપ્ટનને ઇન્ટરનેશનલ મની લોન્ડ્રિંગ પર લગામ કસવાની જવાબદારી આપવામાં આવે છે. આ મિશનની વચ્ચે સ્ટોરીમાં અનેક ટ્વિસ્ટ આવે છે. ફિલ્મમાં વિલન પોલીસને બોમ્બાસ્ટિક ધમકીઓ આપતો રહે છએ. દરેક બોલિવૂડ ફિલ્મની જેમ આ ફિલ્મની સ્ટોરી પણ છેલ્લે હિરો જ પૂરી કરે છે. પરંતુ આ ફિલ્મનો અંત કઇ રીતે થશે તે જાણવા માટે તમારે થિયેટરમાં જ જવું જોઇશે.
 
ડિરેક્શનઃ
વિદ્યુત જામવાલ એક કમાલનો એક્શન હિરો છે. એ વાતમાં તો કોઇ જ શક નથી. તેની પર્ફેક્ટલી ટોન્ડ બોડી તેના કેરેક્ટરમાં જીવ રેડી દે છે. પરંતુ જે રીતે વિદ્યુતની એક્શનમાં દમ છે. તેટલો દમ ફિલ્મમાં જોવા મળતો નથી. ફિલ્મમાં અદા શર્માનો રોલ કારણવગર નાખવામાં આવ્યો હોય તેવું લાગે છે. તેના કેરેક્ટરનું કામ માત્ર હિરોને સમજદાર બતાવવાનું જ હતો. આ સાથે જ ફિલ્મ દરમિયાન કેટલીક હળવી ક્ષણ બતાવવાનું હતું. જોકે, ઇશા ગુપ્તાના વોર્ડરોબ પર સારૂ કામ કરવામાં આવ્યું છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
વિદ્યુત જામવાલે પોતાની એક્શન સાથે એક્ટિંગ પર પણ કામ કર્યું છે. એક બાજુ નીડર વિદ્યુત જામવાલને પડદા પર બુરાઇ સામે લડતો જોવામાં સારૂ લાગે છે તો બીજી બાજુ ફિલ્મમાં કેટલાક ડાયલોગ ફિલ્મ પર ભારે પડે છે. ફિલ્મના હિરો (વિદ્યુત જામવાલ), વેમ્પ (ઇશા ગુપ્તા) અને સાથમાં કેટલાક અન્ય રોલ છે જે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યાં છે. કેરેક્ટર્સ પર વધુ કામ કરી શકાયું હોત.
 
સંગીતઃ
ફિલ્મનું મ્યૂઝિક ઠીકઠાક છે. જેને વધારે સારૂ બનાવી શકાયું હોત.
 
ફિલ્મ જોવી કે નહી.? :
જો તમે 'કમાન્ડો'ની આગળની સ્ટોરી જાણવા ઇચ્છો છો અથવા તો વિદ્યુત જામવાલની એક્શનના ફેન છો તો આ ફિલ્મ જરૂર જોઇ શકો છો.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Commando 2 Is Action Film Directed by Deven Bhojani
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended