Home »Reviews »Film Reviews» The Ghazi Attack Epic Underwater Tale Of War

Movie Review: ધ ગાઝી એટેક

divyabhaskar.com | Feb 17, 2017, 10:55 AM IST

  • Movie Review: ધ ગાઝી એટેક,  film reviews news in gujarati
    Releasing Date:February 17, 2017
    • Genre: વોર ફિલ્મ
    • Director: સંકલ્પ રેડ્ડી
    • Want to Watch: 0%
    • Plot : ફિલ્મની શરૂઆતમાં જ મહાનાયક અમિતાભ બચ્ચનનો વોઇસઓવર આવે છે અને ફિલ્મની ભૂમિકા બાંધે છે. જેથી એ જાણ થાય છે કે પાકિસ્તાન સાથે ભારતનું અન્ય એક યુદ્ધ પણ થયું હતું. જેના વિશે મોટાભાગના લોકો અજાણ હતાં. આ ફિલ્મ તે જ સ્ટોરી દર્શાવે છે.
મંજાયેલા એક્ટર્સ અતુલ કુલકર્ણી અને કેકે મેનન સાથે 'બાહુબલી' ફેમ રાણા દગ્ગુબાટીએ સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં કામ કર્યું છે. આવો જાણીએ કેવી બની છે આ ફિલ્મ...
 
ફિલ્મ રિવ્યૂઃ
 
ધ ગાઝી એટેક
રેટિંગઃ
3/5
સ્ટારકાસ્ટઃ
અતુલ કુલકર્ણી, કેકે મેનન, રાણા દગ્ગુબાટી, તાપસી પન્નુ, ઓમપુરી, રાહુલ સિંહ, કુણાલ કૌશિક
ડિરેક્ટરઃ
સંકલ્પ રેડ્ડી
નિર્માતાઃ
ધર્મા પ્રોડક્શન, અન્વેષ રેડ્ડી, એન.એમ.પાશા
સંગીતઃ
કે (કૃષ્ણકુમાર)
પ્રકારઃ
વોર ફિલ્મ
 
વાર્તાઃ
ફિલ્મની સ્ટોરી 1971ના સમયની છે જ્યારે પાકિસ્તાને ભારતની નૌસેનાના સૌથી દમદાર આઇએનએસ વિક્રાંતને ચકનાચૂર કરવાના ઇરાદાથી પોતાની સૌથી કુશળ સબમરિન 'ગાઝી'ને મોકલી હતી. પરંતુ ભારતની નૌસેનાએ એસ 21 સબમરિન પર હાજર રહેલા કપ્તાન રણવિજય સિંહ (કે.કે.મેનન), લેફ્ટનન્ટ કમાન્ડર અર્જુન (રાણા દગ્ગુબાટી), દેવરાજ (અતુલ કુલકર્ણી) જેવા ઓફિસર્સે પોતાના વિચાર અને સમજ સાથે પીએનએસ ગાઝીને સમુદ્રમાં જ તોડી પાડ્યું હતું. જોકે, ગાઝીની ક્ષમતા એસ 21 કરતાં ક્યાંય વધારે હતી. પરંતુ સુઝબુઝ સાથે લડાઇ કરીને ભારતીય સેનાએ આ મિશન પૂરું કર્યું હતું.
 
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન અને ખાસ તો વીએફએક્સનું કામ સૌથી ઉત્તમ છે. જેના માટે સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. આ સાથે જ સ્ક્રિનપ્લેમાં પણ ખુબ ચોક્સાઇ રાખવામાં આવી છે. જે તમને વિચારવા માટે મજબુર કરી દે છે અને લાગે છે કે તમારી સામે ભારત અને પાકિસ્તાનનો ડેડ્લી મુકાબલો ચાલી રહ્યો છે. ડાયલોગ અને સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે. આ ફિલ્મ 1971માં થયેલા ભારત-પાકિસ્તાન વચ્ચે અંડરવોટર યુદ્ધની સ્ટોરી જણાવે છે. જેના કારણે આજકાલની મસાલેદાર અને ઢિંચાક ફિલ્મ્સ જોનાર જનતાને કદાચ રસ ના પડે. પરંતુ પર્ફોર્મન્સ અને સ્ટોરીને મહત્વ આપનાર જરૂર આ ફિલ્મને જોવી પસંદ કરશે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
કે.કે.મેનન સાથે અતુલ કુલકર્ણીએ ખૂબ જ ઉત્તમ અભિનય કર્યો છે. તો રાણા દગ્ગુબાટી પણ ફરી સારી એક્ટિંગ કરતો જોવા મળે છે. ખાસ તો તેના અને કે.કે.મેનન વચ્ચેના સીન રસપ્રદ છે. ફિલ્મમાં બાંગ્લાદેશી શરણાર્થી (તે સમયે ઇસ્ટ પાકિસ્તાન હતું.)ના રૂપમાં તાપસી પન્નુનું કામ પણ સારૂ છે. બાકીના સ્ટાર્સનું કામ સહજ છે.
 
સંગીતઃ
ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે અને વોર ફિલ્મ હોવાના કારણે તેમાં કોઇ ગીત રાખવામાં આવ્યું નથી. જોકે, 'સારે જહાં સે અચ્છા' અને 'જન ગણ મન' ફિલ્મ દરમિયાન આવે છે. જેને સાંભળતા જ એક અલગ પ્રકારનો જુસ્સો આપણી અંદર જાગી ઉઠે છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
જો તમને ઇતિહાસ સાથે જોડાયેલી સ્ટોરી પસંદ છે અને ખાસ રીતે પર્ફોર્મન્સ આધારિત ફિલ્મ્સ જોવાનું પસંદ કરો છો. તો આ ફિલ્મ જરૂર જોવી જોઇએ.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Ghazi Attack epic underwater tale of War
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended