Home »Reviews »Film Reviews» Irada Is Eco Thriller Film Directed By Aparnaa Singh

Movie Review: ઈરાદા

divyabhaskar.com | Feb 17, 2017, 10:56 AM IST

  • Movie Review: ઈરાદા,  film reviews news in gujarati
    Releasing Date:February 17, 2017
    • Genre: ઇકો થ્રિલર ડ્રામા
    • Director: અપર્ણા સિંહ
    • Want to Watch: 0%
    • Plot : 'ઇશ્કિયાં' અને 'ડેઢ ઇશ્કિયાં' પછી એક વાર ફરીથી ત્રીજી વાર આ જોડી 'ઇરાદા' સાથે આવી રહી છે.
અપર્ણા સિંહની ડિરેક્ટર તરીકે આ ડેબ્યૂ ફિલ્મ છે. તેમણે ભારતની પહેલી ઇકો થ્રિલર ફિલ્મ બનાવી છે. આવો જાણીએ કેવી બની છે  આ ફિલ્મ...
ફિલ્મ રિવ્યૂઃ
 
ઈરાદા
રેટિંગઃ3.5 /5
સ્ટારકાસ્ટઃ 
નસીરૂદ્દિન શાહ, અરશદ વારસી, દિવ્યા દત્તા, શરદ કેલકર, સાગરિકા ઘાટગે, રૂમાના મોલ્લા, રાજેશ શર્મા
ડિરેક્ટરઃ
અપર્ણા સિંહ
નિર્માતાઃ
ફાલ્ગુની પટેલ, પ્રિન્સ સોની
સંગીતઃ
નીરજ શ્રીધર
પ્રકારઃ
ઇકો થ્રિલર ડ્રામા
 
વાર્તાઃ
ફિલ્મની સ્ટોરી પંજાબ બેઝ્ડ છે જ્યાં રિટાયર્ડ પિતા પરબજીત વાલિયા (નસીરૂદ્દિન શાહ) પોતાની દીકરી રિયા (રૂમાન મોલ્લા) સાથે રહે છે અને પોતાની દીકરીને સિવિલ સર્વિસિસની પરિક્ષા માટે તૈયારીઓ કરાવે છે. આ બાપ-દીકરી એવા વિસ્તારમાં રહે છે જે પૈડી (શરદ કેલકર)ની ફેક્ટરી આજુબાજુ છે. આ ફેક્ટરીમાંથી નીકળતું ઝહેરીલું ગેસવાળું પાણી રિવર્સ બોરિંગ કરીને જમીનમાં છોડવામાં આવે છે. જે આસપાસના ઘરમાં પીવાના પાણી તરીકે પહોંચે છે. રિયા પણ તે જ કારણે બિમાર પડે છે. આ અંગે પૂછવામાં આવતા મુખ્યમંત્રી રમનદિપ (દિવ્યા દત્તા) પણ પૈડીનો જ સાથ આપે છે. અચાનક પૈડીની ફેક્ટરીમાં બ્લાસ્ટ થાય છે અને તેની તપાસ કરવા માટે એનઆઇએ ઓફિસર અર્જુન મિશ્રા (અરશદ વારસી) પહોંચે છે. આ દરમિયાન પત્રકાર સિમી (સાગરિકા ઘાટગે) પણ પોતાની રીતે આ ઘટનાની તપાસ કરે છે. આખરે સ્ટોરીમાં ક્લાઇમેક્સ આવે છે અને ફિલ્મ એક અલગ જ મુકામ પર પહોંચે છે.
 
ડિરેક્શનઃ
-ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. અપર્ણા સિંહે ફિલ્મની સ્ટોરી પણ સારી લખી છે અને ખાસ રીતે ફિલ્મના ડાયલોગ્સ ખૂબ ઉત્તમ છે. એવી અનેક શાયરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે સ્ટોરીને ખૂબ જ રસપ્રદ બનાવે છે. સિનેમેટોગ્રાફી, આર્ટ વર્ક અને સાથે જ લોકેશન્સ પણ ખૂબ સારા છે.
 
-ફિલ્મની સ્ટોરીમાં ટિપિકલ ડાન્સ અને મસાલાઓ ભર્યા નથી. આ ફિલ્મમાં કોઇ આઇટમ નંબર પણ નથી અને આ કારણે જ મુદ્દા આધારિત ફિલ્મ્સ જોનારને વધુ પસંદ આવશે. આ આંખો ખોલી દેનારી ફિલ્મ છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
નસીરૂદ્દિન શાહ અને અરશદ વારસીએ ફરી એકવાર ઉત્તમ અભિનય કર્યો છે. ખાસ તો આ બન્ને એક્ટર્સ વચ્ચે સંવાદોનું આદાનપ્રદાન ખૂબ રસપ્રદ છે. તો ભ્રષ્ટ મંત્રીના રોલમાં દિવ્યા દત્તાએ સહજ રીતે એક્ટિંગ કરી છે. સાગરિકા ઘાટગે, શરદ કેલકર અને રૂમાના મોલ્લાનું કામ પણ સહજ છે.
 
સંગીતઃ
ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત સારૂ છે. આ સાથે જ નીરજ શ્રીધરના સંગીતમાં સમીર અનજાનની લખેલી લોરી પણ સારી લાગે છે.
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Irada Is eco thriller film directed by Aparnaa Singh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended