Home »Reviews »Film Reviews» Dear Maya Is Comeback Film Of Manisha Koirala

Movie Review: 'ડિયર માયા'

divyabhaskar.com | Jun 02, 2017, 10:22 AM IST

  • Movie Review: 'ડિયર માયા',  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: ડ્રામા
    • Director: સુનૈના ભટનાગર
    • Plot: એક્ટ્રેસ મનિષા કોઇરાલા લાંબા સમય પછી મોટા પડદા પર ફરી જોવા મળશે.
મનિષા કોઇરાલા અને બે યુવતીઓની સ્ટોરી પર આધારિત છે 'ડિયર માયા', આવો જાણીએ કેવી બની છે આ ફિલ્મ...
 
ફિલ્મ રિવ્યૂઃ 
ડિયર માયા
રેટિંગઃ2 /5
સ્ટારકાસ્ટઃ
મનિષા કોઇરાલા, શ્રેયા ચૌધરી, મદિહા ઇમામ
ડિરેક્ટરઃ
સુનૈના ભટનાગર
નિર્માતાઃ
વેવ સિનેમા
સંગીતઃ
અનુપમ રોય
પ્રકારઃ
ડ્રામા
 
વાર્તા
આ સ્ટોરી શિમલાની એક જ સ્કૂલમાં અભ્યાસ કરનાર બે દોસ્ત એના (મદીહા ઇમામ) અને ઇરા (શ્રેયા ચૌધરી)ની છે. જે નક્કી કરે છે કે પાડોશમાં રહેનારી નિરાશ અને પોતાને દુનિયાથી અલગ રાખનાર માયા (મનિષા કોઇરાલા)ને ખુશ કરવા માટે ચિઠ્ઠી લખશે. આ સાથે જ ઘણા લેટર માયાના નામ પર લખીને તેના ઘરે મોકલતી રહે છે. એક સમય પછી જ્યારે માયા તે ચિઠ્ઠીને વાંચે છે ત્યારે બીજી જ દુનિયામાં ચાલી જાય છે અને થોડા સમય પછી માયા અચાનક જ ગાયબ થઇ જાય છે. માયાના ગાયબ થઇ જવાથી આ બન્ને યુવતીઓ પરેશાન થઇ જાય છે. ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે અને આખરે ફિલ્મનો અંત આવે છે.
 
ડિરેક્શન
ફિલ્મનું ડિરેક્સન, લોકેશન્સ સાથે કેમેરા વર્ક અને સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. શિમલાના લોકેશન પર ખુબ જ સરસ ફોટોગ્રાફી થઇ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ તો ઠીક-ઠાક છે પરંતુ સેકંડ હાફમાં સ્ટોરી વિખરતી હોય તેવું લાગે છે. એક સમય પછી એવું લાગે છે કે સ્ટોરીને જબરજસ્તીથી આગળ વધારવામાં આવે છે. સ્ટોરીને હજુ થોડી રસપ્રદ બનાવી શકાઇ હોત. ફિલ્મના અંતને પણ સારો બનાવી શકાયો હોત. આ સાથે જ મનિષા કોઇરાલાના કેરેક્ટરમાં પ્રયોગ કરીને સારી રીતે બતાવી શકાયું હોત.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ
મનિષા કોઇરાલાનું કામ ખૂબ જ સરસ છે અને માયાના રોલમાં તે ઘણી જ સારી લાગે છે. મનીષાએ સારી રીતે કમબેક કર્યું છે. તો શ્રેયા ચૌધરી, મદીહા ઇમામનું કામ પણ સહજ છે. બાકીના સ્ટાર્સે પણ સારૂ કામ કર્યું છે.
 
સંગીત
ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર સારૂ છે.
 
ફિલ્મ જોવી કે નહી.?
જો તમને હળવી સ્ટોરી અને મનિષા કોઇરાલા પસંદ છે તો એકવાર ફિલ્મ જોઇ શકો છો.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dear maya is comeback film of Manisha Koirala
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended