Home »Reviews »Film Reviews» Movie Phullu Review The Best Performance Of Star Cast

Movie Review: ફૂલ્લૂ

divyabhaskar.com | Jun 15, 2017, 19:18 PM IST

  • Movie Review: ફૂલ્લૂ,  film reviews news in gujarati
    Releasing Date:June 16, 2017
    • Genre: સોશ્યિલ ડ્રામા
    • Director: અભિષેક સક્સેના
    • Want to Watch: 0%
    • Plot : રૂરલ એરિયાના એક ગામની આ વાર્તા છે. ફિલ્મમાં એક મહત્વના મુદ્દા પર ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મ રિવ્યૂઃફૂલ્લૂ
રેટિંગઃ2.5/5
સ્ટાર-કાસ્ટઃશારિબ અલી હાશ્મી, જ્યોતિ સેઠી, નૂતન સૂર્યા
પ્રોડ્યુસરઃપુષ્પા ચૌધરી, અનમોલ કપૂર, ક્ષિતિજ ચૌધરી, રમણ કપૂર
સંગીતઃવિકી અગ્રવાલ
પ્રકારઃસોશ્યિલ ડ્રામા
 
 
ડિરેક્ટર અભિષેક સક્સેનાએ મહિલાઓની એક મહત્વની સમસ્યા પર આ ફિલ્મથી ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. અલગ-અલગ ઉદાહરણોથી આ સમસ્યા તરફ પ્રકાશ નાખ્યો છે. 

વાર્તાઃ
આ ફિલ્મમાં એક ગામમાં રહેતા ફૂલ્લૂ(શારિબ અલી) ચર્ચાનો વિષય બને છે. તે કામ તો કંઈ જ નથી કરતો પરંતુ જ્યારે પણ શહેર જાય ત્યારે ગામની તમામ મહિલાઓ માટે તેમની જરૂરિયાતનો સામાન લઈ આવે છે. ફૂલ્લૂ કોઈ કામ કરતો ના હોવાથી તેની માતા ઘણી જ પરેશાન રહે છે અને વિચારે છે કે તેના લગ્ન કરી દેવામાં આવે તો તે તેની જવાબદારી સમજશે અને કામે વળગશે. આથી જ ફૂલ્લૂના લગ્ન કરી દેવામાં આવે છે. વહુ તરીકે બિગની(જ્યોતિ સેઠી) ઘરમાં આવે છે. હવે ઘરમાં ત્રણ-ત્રણ મહિલાઓ હોય છે. એક ફૂલ્લૂની મા, એક બહેન તથા એક પત્ની. એક દિવસ ફૂલ્લૂ શહેર જાય છે અને મેડિકલ સ્ટોરમાં એક ડોક્ટર તેને મહિલાઓના સેનેટરી પેડ અંગે માહિતી આપે છે. આ સાંભળીને તે ઘરની મહિલાઓ માટે પેડ ખરીદી લે છે. ફૂલ્લૂની માતાએ બહેનના લગ્નના ઘરેણાં ખરીદવા માટે પૈસા આપ્યા છે પરંતુ તે પૈસાથી ફૂલ્લૂ પેડ ખરીદીને લાવે છે. જોકે, ગામની મહિલાઓ આ વાપરવાની ના પાડી દે છે. પછી તે શહેર જઈને પેડ બનાવવાનું શીખે છે અને જ્યારે ગામ પરત ફરે છે, ત્યારે પોતાના હાથેથી બનાવેલા પેડને ચેક કરવા માટે પોતાની બહેન તથા માને કહે છે પરંતુ બંને તેને ઘરમાંથી બહાર નીકાળી દે છે. પછી ફૂલ્લૂ પોતાની પ્રેગ્નન્ટ પત્નીની મદદ માંગે છે. જોકે, પરિસ્થિતિ બદલાઈ જાય છે. શું ફૂલ્લૂ પોતાના સપનાને સાકાર કરી શકશે? આ માટે તો થિયેટરમાં જ જવું પડશે. 

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન સારું છે અને સિનેમેટોગ્રાફી તથા લોકેશન્સ પણ વાર્તા પ્રમાણે છે. ફિલ્મની વાર્તા ઘણી જ સારી છે પરંતુ બિગ સ્ટાર ના હોવાને કારણે ઓપનિંગ મેળવી શકશે નહીં. ફિલ્મનું એડિટિંગ વધુ સારી રીતે થઈ શકે. 

સ્ટાર-કાસ્ટઃ
અભિનેતા શારિબ હાશ્મીએ ટાઈટલ રોલ ઘણી જ સારી રીતે પ્લે કર્યો છે. નાની-નાની વાતો યાદ રહી જાય તેમ છે. જ્યોતિ સેઠીએ પણ અફલાતૂન અભિનય કર્યો છે. આ સિવાય ફિલ્મના તમામ કલાકારોએ સારું કામ કર્યું છે. 

સંગીતઃ
ફિલ્મનું સંગીત સારું છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ ફિલ્મ પ્રમાણે છે. 

જોવી કે નહીં:
ફિલ્મમાં સંદેશ આપવામાં આવ્યો છે. જોકે, આ એક એડલ્ટ ફિલ્મ છે. 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: movie Phullu review the best performance of star cast
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended