Home »News »Bollywood Buzz» Virat Kohli Just Shared The Cutest Valentines Day Photo With Anushka Sharma

So cute! વિરાટે GF સાથેના સંબંધોનો કર્યો સ્વીકાર,V'day પર આમ કર્યું Wish

divyabhaskar.com | Feb 15, 2017, 13:38 PM IST

 
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ઈન્ડિયન ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેના સંબંધો જગજાહેર છે. હવે, વિરાટ કોહલીએ આ સંબંધનો સ્વીકાર કર્યો હોય તેમ લાગે છે. વિરાટ કોહલીએ વેલેન્ટાઈન ડેના બીજા દિવસે અનુષ્કા શર્મા સાથેની તસવીર શૅર કરી છે. 

વિરાટે શૅર કરી તસવીરઃ
વિરાટ કોહલીએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં અનુષ્કા શર્મા સાથેની તસવીર શૅર કરી છે અને સાથે લખ્યું છે, Everyday is a valentine day if you want it to be. You make everyday seem like one for me ❤❤. @anushkasharma

ડિસેમ્બરમાં ઉડી હતી સગાઈની અફવાઃ
અનુષ્કા તથા વિરાટે નવું વર્ષ ઉત્તરાખંડમાં સાથે મનાવ્યું હતું અને તેથી જ ચર્ચા હતી કે અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પહેલી જાન્યુઆરી, 2017ના રોજ સગાઈ કરવાના હતા. જોકે, અનુષ્કા શર્માના સ્પોકપર્સને જાણીતા ન્યૂઝપેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે અનુષ્કા અને વિરાટ સગાઈ કરવાના નથી. વિરાટ કોહલીએ પણ 30 ડિસેમ્બરના રોજ ટ્વિટર પર આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. 
 
માત્ર અફવાઃ
અનુષ્કા શર્માના સ્પોકપર્સને કહ્યું હતું કે અનુષ્કા તથા વિરાટની સગાઈની ચર્ચા માત્ર અફવા છે. તેઓ માત્ર વેકેશન પર સાથે ગયા છે. 
 
વિરાટ કોહલીએ કરી હતી ટ્વિટઃ
"we aren't getting engaged & if we were going to,we wouldn't hide it. Simple... Since news channels cant resist selling false rumours & keeping you confused, we are just ending the confusion :)
 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ઉત્તરાખંડમાં અનુષ્કા-વિરાટ...)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Virat Kohli Just Shared The Cutest Valentines Day Photo With Anushka Sharma
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended