Home »News »Bollywood Buzz» Baahubali 2 In Controversy For Kattappas Comment Against Kannadis

'કટપ્પા'એ 9 વર્ષ જૂના નિવેદન પર માંગી માફી, કર્ણાટકમાં બાહુબલી 2નો વિરોધ

divyabhaskar.com | Apr 21, 2017, 16:41 PM IST

  • 'સત્યરાજ'એ 'બાહુબલી' સીરિઝમાં કટપ્પાનો રોલ કર્યો છે
ચેન્નઈઃ 'બાહુબલી'ના તમિલ એક્ટર સત્યરાજ(કટપ્પા)એ 9 વર્ષ પહેલા આપેલા એક સ્ટેટમેન્ટ પર મંફી માંગવી પડી છે. સત્યરાજે કાવેરી જળ વિવાદ પર કન્નડ લોકોની વિરુદ્ધમાં કોમેન્ટ કરી હતી. આ સ્ટેટમેન્ટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. કન્નડ સંગઠનોએ સત્યરાજ વિના શરતે માફી માંગવાની માંગ કરી હતી. જેમાં કહ્યું હતું કે, જો તે આમ નહીં કરે તો કર્ણાટકમાં 'બાહુબલી 2'ને રીલિઝ થવા દઈશું નહીં. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે.
 
ડિરેક્ટરે કહ્યું-બાહુબલીનો વિરોધ ઠીક નથી

-સત્યરાજે કહ્યું 'હું કન્નડ વિરોધી નથી. મારા તે નિવેદનથી કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. આ વીડિયો 9 વર્ષ જૂનો છે. તેના બદલામાં બાહુબલીની ટીમની મહેનતને નુકસાન ન પહોંચાડો. હું ફિલ્મ કરતા નાનો એક્ટર છું.
- તો બીજી તરફ 20 એપ્રિલના રોજ ફિલ્મના ડિરેક્ટર એસ.એસ રાજામૌલીએ આ વિવાદથી પોતાને દૂર રાખ્યા છે. તેણે વીડિયો પોસ્ટ કરી લખ્યું કે, ''વાયરલ વીડિયો જોતા પહેલા અમારી ટીમના એક્ટરની કોમેન્ટ અંગે જાણકારી નહોતી. આ એક પર્સનલ કોમેન્ટ હતી. જે તેણે લગભગ 9 વર્ષ પહેલા કરી છે.''
- 'જો કોઈ મુદ્દે તમે સૌ કોઈ નારાજ હોય હું તે બાબતે સ્પષ્ટતા કરવા માગું છું કે, જે વાતથી તમને લોકોને દુઃખ પહોંચ્યું છે, તેનો ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી.''
- 'સત્યરાજ ન તો ફિલ્મના ડિરેક્ટર છે ન તો પ્રોડ્યુસર. આથી ફિલ્મ રીલિઝને રોકવામાં આવી તો તેના પર તેની કોઈ અસર થશે નહીં. હું વિચારું છું કે, તેના નિવેદન માટે ફિલ્મ પર પ્રતિબંધ યોગ્ય નથી. ત્યારથી લઈ અત્યાર સુધી સત્યરાજની અનેક ફિલ્મ રીલિઝ થઈ છે.''
 
કન્નડ સંગઠનોએ આપ્યું બંધનું એલાન
 
- 20 એપ્રિલના રોજ કન્નડ સંગઠન ‘કન્નડ ઓકૂટા’ના ચીફ વટલ નાગરાજે કહ્યું,''અમે ફિલ્મ કે રાજામૌલીના વિરોધમાં નથી. પરંતુ જ્યાં સુધી સત્યરાજ વિના શરતે માફી નહીં, માંગે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. 28 એપ્રિલના રોજ બેંગાલુરુ બંધ રહેશે અને આખા રાજ્યમાં પ્રદર્શન થશે.''
- ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં સત્યરાજ સિવાય પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબાટી, તમન્ના ભાટિયા અને રામ્યા કૃષ્ણ પણ છે.
 
આગળની સ્લાઈડ્સમાં 'બાહુબલી 2'ના વધુ ફોટોઝ
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Baahubali 2 In Controversy For Kattappas Comment Against Kannadis
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended