Home »News »Bollywood Buzz» World Costly Film The Mahabharat Will Released In 2020

માત્ર 400 રૂ. શરૂ કર્યો'તો બિઝનેસ, 'ધ મહાભારત'માં કરશે હજાર કરોડનું રોકાણ

divyabhaskar.com | Apr 18, 2017, 13:34 PM IST

મુંબઈઃ આજે આખા ભારતમાં બી આર શેટ્ટીની ચર્ચા થઈ રહી છે. શેટ્ટી વિશ્વની સૌથી મોંઘી મોશન પિક્ચર 'ધ મહાભારત'માં એક હજાર કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટ કરવા જઈ રહ્યાં છે. આજે તો યુએઈના ઈન્ડિયન બિઝનેસમેન બી આર શેટ્ટી પાંચ હજાર કરોડથી વધુ સંપત્તિના માલિક છે. જોકે, એક સમય એવો હતો કે તેમણે પોતાની સફર માત્ર 468 રૂપિયાથી કરી હતી.

જાણો કેવી છે શેટ્ટીની સક્સેસ સ્ટોરીઃ
- ત્રણ વર્ષ પહેલાં શેટ્ટી 5150 કરોડ રૂપિયાની સંપત્તિ(ફોર્બ્સ મુજબ)ના માલિક હતાં. 
- 2014માં બીઆર શેટ્ટી પ્રાઈવેટ ઈક્વિટી ગ્રૂપના એપેક્સ પાર્ટનર્સ પાસેથી ટ્રેવલેક્સને 9800 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. 

અબુ ધાબીના અબજપતિઓમાં ગણતરીઃ
- કર્ણાટકના ઉડ્ડપીમાં જન્મેલા શેટ્ટી અબુ ધાબીની ન્યૂ મેડિકલ સેન્ટર ગ્રૂપ ઓફ કંપનીના તથા યુએઈમાં ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર તથા મેનેજીંગ ડિરેક્ટર પણ છે. 
- શેટ્ટીની ગણના અબુ ધાબીના અબજોપતિમાં થાય છે.

30 દેશોમાં બિઝનેસઃ
- બાવાગુથુ રઘુરામ શેટ્ટી એનએમસી હેલ્થ કૅરના ફાઉન્ડર તથા યુએઈ એક્સચેન્જના ચેરમેન છે.
- નગરપાલિકાના સેનિટેશન માટે કામ કરતાં કરતાં શેટ્ટી પર 50 હજારનું દેવું થઈ ગયું હતું.
- કામની શોધમાં શેટ્ટી અમીરાત આવ્યાં હતાં. અહીંયા કામ શોધવા છતાંય તેમને કામ મળતું નહોતું.
- આ સમયે ડો. ઈસ્માઈલ ફહીમીએ શેટ્ટીને તક આપી હતી. અહીંયા તેમણે ટ્રેઈની ફાર્માસ્ટિ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આજે તેઓ હેલ્થકૅર સેન્ટરમાં આગવું નામ ધરાવે છે. 
- 1975માં એનએમસી નિઓ ફાર્મા કંપનીથી શેટ્ટીએ શરૂઆત કરી હતી. અહીંયા શેટ્ટીએ પહેલાં ક્લિનીક ખોલ્યું હતું અને હવે હોસ્પિટલ છે. 
- ફોર્બ્સની લિસ્ટમાં સામેલ શેટ્ટીની કંપનીમાં ચાલીસ હજાર લોકો કામ કરી રહ્યાં છે.
- શેટ્ટીએ યુએઈ એક્સચેન્જ શરૂ કર્યું, જેમાં વિદેશી ચલણ એક્સચેન્જ થાય છે. તેનો કારોબાર 30 દેશોમાં ફેલાયેલો છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, બી આર શેટ્ટીના જીવન સાથે જોડાયેલા ફેક્ટ્સ....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: world costly film the mahabharat will released in 2020
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended