Home »News »Bollywood Buzz» Bollywood Singer Chinmayi Sripada Get Robbed In America

લૂંટનો ભોગ બની 'ચેન્નઇ એક્સપ્રેસ'ની સિંગર, કારનો કાચ તોડી સામાનની થઇ ચોરી

divyabhaskar.com | May 11, 2017, 13:07 PM IST

  • અમેરિકામાં ચિન્મયી સાથે લૂંટની ઘટના બની હતી
મુંબઇઃ બોલિવૂડની પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદા સાથે થયેલી ચોરીનો મામલો સામે આવ્યો છે. ચિન્મયી અમેરિકામાં એક કોન્સર્ટ માટે પહોંચી છે. અમેરિકાના કોઇ પાર્કિંગ ઝોનમાં તેની ગાડીમાં તોડફોડ થઇ હતી. ચોર તેની ગાડીમાં મૂકેલા લેપટોપ અને અન્ય કિંમતી સામાન લઇ ગયા હતાં. આ વાતની જાણકારી ચિન્મયીએ ટ્વિટ કરીને આપી હતી.
 
પોલીસને આપી જાણકારી
-'હસી તો ફસી' અને 'ચેન્નઇ એક્સપ્રેસ'ના સોંગ ગાઇ ચૂકેલી ચિન્મયીએ આ સમગ્ર મામલે પોલીસને જાણકારી આપી હતી.
-ચિન્મયીએ ટ્વિટ કરી હતી કે,"મને આ સમગ્ર ઘટના સમજવામાં પાંચ મિનિટ લાગી હતી. આ પછી મેં પોલીસને સમગ્ર બાબત જણાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવી ઘટનાઓ બનવી તે સામાન્ય છે. ઘટના આથી પણ ગંભીર થઇ શકી હોત પરંતુ અહીંના લોકોનો આભાર કે આવું ના થયું"
-આ મામલે પોલીસ તપાસમાં લાગી છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી રહી છે.
 
સિંગર ઉપરાંત વોઇસ આર્ટિસ્ટ છે ચિન્મયી
10 સપ્ટેમ્બર 1984ના રોજ જન્મેલી ચિન્મયી આમ તો તામિલ સિંગર છે પરંતુ તે બોલિવૂડમાં ગીત ગાવા ઉપરાંત વોઇસ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરે છે. તેને 'ઇંદઇ હજા'ના પેટ નેમથી પણ ઓળખવામાં આવે છે. ચિન્મયીએ 'ગુરૂ' (તેરે બિના, માહિયા..માહિયા), 'બ્રધર્સ' (મેરા નામ મેરી), 'ચેન્નઇ એક્સપ્રેસ' (તિતલી સોંગ), 'ફટા પોસ્ટર નિકલા હિરો' (મેં રંગ શરબતો કા), જેવા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેણે વોઇસ ઓવર આર્ટિસ્ટ અને રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ ચિન્મયીએ કરેલા ટ્વિટ્સ.......
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood singer Chinmayi Sripada Get Robbed In america
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended