Home »News »Bollywood Buzz» Know About Four Drivers Suspicious Role In High Profile Case

સલમાનથી ઈન્દ્રાણી સુધી,High Profile કેસિસમાં આ 4 ડ્રાઈવર જાણે છે રહસ્યો!

divyabhaskar.com | Jan 11, 2017, 14:57 PM IST

  • સલમાન ખાન અને ઈન્સેટ હરીશ દુલાણી
મુંબઈઃ હાલ ઓમપુરીનું મૃત્યુ રહસ્યમ થઈ ગયું છે અને તેની આસપાસના વ્યક્તિઓની પણ તપાસ ચાલી રહી છે. તેના મૃત્યુના બીજા દિવસે જ પોલીસે ડ્રાઈવર રામપ્રમોદ મિશ્રાની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ઓમ પુરીના ફ્લેટમાં પહેલો પ્રવેશનારો પણ તેનો ડ્રાઈવર જ હતો. ઓમ પુરી મૃત્યુ કેસ સિવાય કેસિસમાં ડ્રાઈવરની ભૂમિકા શંકાસ્પદ રહી છે. જેમાં ઈન્દ્રાણી મુખરેજાથી લઈ સલમાનના ડ્રાઈવર્સના નામ સામેલ છે. આ પેકેજમાં divyabhaskar.com હાઈ પ્રોફાઈલ કોર્ટ કેસિસમાં ડ્રાઈવરના રોલ અંગે જણાવી રહ્યું છે. જેમાં સૌથી પહેલા રાજસ્થાન હાઈકોર્ટમાં સલમાન ખાન પર ચાલેલા કાળિયાર શિકાર કેસનું નામ આવે છે.
 
શિકાર કેસમાં સલમાન નિર્દોષ છૂટતા જ અચાનક પ્રગટ્યો હતો ડ્રાઈવર હરીશ
કાળિયાર શિકાર કેસમાં પણ સલમાનનો ડ્રાઈવર હરીશ દુલાની શંકાના ઘેરામાં આવ્યો હતો. હરીના જ નિવેદન પર સલમાન સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2016 જુલાઈમાં રાજસ્થાન હાઈકોર્ટે સલમાનને કાળિયાર શિકાર કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં તે સમયે સલમાનની જીપ્સીનો ડ્રાઈવર રહેલો હરીશ દુલાની કોર્ટમાં હાજર ન થયો હોવાથી સલમાન ખાનને આ કેસમાં મોટી રાહત મળી હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ ચૂકાદાના બીજા જ દિવસે હરીશ મીડિયા સમક્ષ આવ્યો હતો.
 
સલમાન સાથે હતો ત્રણ દિવસ સુધી
1998માં એક દવાના વેપારી અરુણે તેમની જીપ્સી સાથે ડ્રાઈવર હરીશને ઉમ્મેદ ભવન મોકલ્યો હતો. તે સમયે 'હમ સાથ-સાથે હૈ'નું શૂટિંગ ચાલતુ હતું. હરીશ ત્રણ દિવસ સલમાન સાથે રહ્યો હતો. આ દરમિયાન કાળિયારનો શિકાર થયો હતો.  હરીશે 24 જાન્યુઆરી, 2002ના રોજ સીજેએમ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. જેની વધુ સુનાવણી 24 ફેબ્રુઆરી 2002ના રોજ થઈ હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સલમાન ખાનના કાળિયાર શિકાર, હિટ એન્ડ રન, શીના બોરા મર્ડર અને ઓમ પુરી મૃત્યુ કેસમાં ડ્રાઈવરના રોલ અંગે
 
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: know about four drivers suspicious role in high profile case
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext