Home »News »Bollywood Buzz» Salman And His Father Assures A Refund To All Distributors Of Tubelight

'ટ્યૂબલાઇટ' ફ્લોપ જતાં સલમાનના ઘરે પહોંચ્યા ડિસ્ટ્રિબ્યૂટર્સ, પરત કરશે આટલી રકમ

divyabhaskar.com | Jul 11, 2017, 15:03 PM IST

  • સલીમ ખાન, 'ટ્યૂબલાઇટ'ના સીનમાં સલમાન ખાન
મુંબઇઃ સલમાન ખાન સ્ટારર 'ટ્યૂબલાઇટ' બોક્સઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. જેના કારણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર્સને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. તાજેતરમાં જ ન્યૂઝ આવ્યા હતાં કે સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર કેટલાક ડિસ્ટ્રિબ્યૂટર્સ સલમાન પાસેથી પોતાના રૂપિયા પરત માગવા માટે પહોંચ્યા હતાં. જોકે, સલમાન ખાનના પિતા સલીમ ખાને ડિસ્ટ્રિબ્યૂટર્સને રૂપિયા પરત આપવાનો નિર્ણય કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલીમ ખાનને 'ટ્યૂબલાઇટ' વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે,"ફિલ્મ હજુ પણ ચાલી રહી છે અને રૂપિયા આવી રહ્યા છે. ફિલ્મ ઉતરી જશે ત્યારે ફાઇનલ જોવામાં આવશે કે ડિસ્ટ્રિબ્યૂટરને કેટલું નુકસાન થયું છે અને તેના આધારે ભરપાઇ કરવામાં આવશે."
 
ડિસ્ટ્રિબ્યૂટર્સને55કરોડ આપશે સલમાન
-કેટલાક રિપોર્ટ્સ મુજબ સલમાન કુલ નુકસાનના 30થી 35 ટકા આપવા માટે રાજી થઇ ગયો છે. આ હિસાબે તે ડિસ્ટ્રિબ્યૂટર્સને માત્ર 50થી 55 કરોડ રૂપિયાની ભરપાઇ કરશે. જ્યારે તમનું કુલ નુકસાન આશરે 75 કરોડ રૂપિયા જેટલું જણાવવામાં આવે છે. નોંધનીય છે કે 23 જુનના રોજ રીલિઝ થયેલી 'ટ્યૂબલાઇટ'એ બોક્સઓફિસ પર અત્યાર સુધીમાં 114.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ,સલમાનના પિતાએ શું કહ્યું...
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salman and his father assures a refund to all distributors of Tubelight
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended