Home »News »Bollywood Buzz» Actress Renuka Shahane Writes Heartfelt Tribute For Reema Lagoo

રીમા લાગૂની ઓનસ્ક્રિન દીકરીએ લખ્યો ઇમોશનલ મેસેજ, શેર કર્યો Photo

divyabhaskar.com | May 19, 2017, 17:36 PM IST

  • રેણુકા શહાણે, રીમા લાગૂનો શૅર કરેલો ફોટો (ઇનસેટમાં)
મુંબઇઃ વેટરન એક્ટ્રેસ રીમા લાગુના અવસાનથી હિંદી સિનેમા જ નહીં મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રિ પણ શોકમાં છે. નોંધનીય છે કે ગુરૂવારે અડધી રાતે હાર્ટ એટેક આવવાથી તેમનું અવસાન થયું હતું. આ દુખદ ન્યૂઝ મળતા જ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રિની હસ્તિઓ મેસેજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તાજેતરમાં જ રેણુકા શહાણેએ તેને ઇમોશનલ રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. રેણુકાએ સોશ્યિલ મીડિયા પર અનસીન ફોટોઝ પોસ્ટ કરતાં મેસેજ શૅર કર્યો હતો. નોંધનીય છે કે રેણુકાએ ફિલ્મ 'હમ આપકે હૈ કોન'માં તેની દીકરીનો રોલ કર્યો હતો.
 
શૅર કર્યો મેસેજ
-"એકવાર મેં પોતાનો કેમેરો લઇને તમને પૂછ્યું હતું કે શું હું તમારા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝ લઇ શકું છું. તમે મને પરમિશન આપી કે હું જે એક્સપિરીમેન્ટ કરવા ઇચ્છું છું તે કરી શકું. હું અરીસા સાથે તમારી તસવીર લેવા ઇચ્છતી હતી. તમે ફોટોઝ જોઇને ખુશ થયા હતાં પરંતુ તે તસવીરો તમારી સુંદરતા સાથે મેચ કરતી નહોતી."
-"તમે જે હિંદી ફિલ્મ્સ કરી છે તે તમારા ટેલેન્ટને ન્યાય ન આપી શકે. જિંદગીએ પણ તમારી સાથે ન્યાય ના કર્યો અને આટલી જલદી તમને અમારાથી દૂર લઇ ગઇ. આજે તમારા આ જ ફોટોઝને હું મનમાં ભાર રાખીને શૅર કરી રહી છું. આ છેલ્લી વસ્તુ છે જે તમને શ્રદ્ધાંજલિ તરીકે શૅર કરી રહી છું. તમારી આત્માને શાંતિ મળે રીમાતાઇ."
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ રીમાના અનસીન ફોટો અને રેણુકાનું ટ્વિટ....
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Renuka Shahane Writes Heartfelt Tribute For reema lagoo
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended