Home »News »Bollywood Buzz» Padma Shri Artist Paresh Maity's Latest Exhibit

સંસ્કૃતિ અને સુંદરતાનું મિશ્રણ છે પદ્મશ્રી વિજેતા પરેશ મૈટીનું Exhibition, Pics

Onkar Kulkarni | Feb 17, 2017, 11:59 AM IST

  • પોતાના આર્ટ સાથે પદ્મશ્રી વિજેતા આર્ટિસ્ટ પરેશ મૈટી
મુંબઇઃ સાઉથ મુંબઇમાં આવેલી જહાંગિર આર્ટ ગેલેરીમાં  ભારતીય આર્ટિસ્ટ પરેશ મૈટીનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં તેમના દ્વારા વર્લ્ડવાઇડ આશરે 79 જેટલા એક્ઝિબિશન યોજવામાં આવ્યા છે. નોંધનીય છે કે તેમને 2014માં ભારત સરકારના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. આ એક્ઝિબિશનમાં સ્કલ્પચર્સ અને ઓઇલ કેનવાસ પેઇન્ટિંગ્સ પ્રદર્શન માટે રાખવામાં આવ્યાં છે. આ આર્ટિસ્ટે divyabhaskar.com સાથે પોતાની જર્ની અંગે વાત કરી હતી.
 
ચાર વર્ષ પછી આવ્યા મુંબઇ
-પદ્મશ્રી વિજેતા ચાર વર્ષ પછી મુંબઇ આવ્યા હતાં અને તેમણે સાઉથ મુંબઇ ખાતે 'Vision Into Infinity' નામનું એક્ઝિબિશન યોજ્યું હતું. જહાંગિર આર્ટ ગેલેરી મુંબઇમાં એક ખૂણામાં રાખેલું બ્યૂટિફુલ સ્કલ્પચર જે સુંદર બેલ્સથી સુશોભિત હતું તે બતાવતા જણાવ્યું હતું કે, "જ્યારે હું ગામડામાં હતો ત્યારે મને મારા બાળપણના દિવસોથી જ પ્રેરણા મળી હતી."
 
-પરેશ મૈટીએ એટ્મોસ્ફેરિક સીનરીમાં સ્પેશ્યલાઇઝેશન કરેલું છે ઉપરાંત તેઓ પોતાના પેઇન્ટિંગ્સ અને ડ્રોઇંગ્સને folkloric formsમાં લોકો સમક્ષ રજૂ કરે છે. આ માટે તેઓ તેઓ પોતાની કળાની મદદથી કેનવાસ પર વોટર કલર અને ઓઇલનું મિશ્રણ કરીને સુંદર રૂપ આપે છે. તેઓએ જણાવ્યું હતું કે,"આ મારી કલ્પનાનું કલેક્શન છે. જે મેં 1976થી કરવાનું શરૂ કર્યું હતું. મેં અતિ ઉત્તમમાંથી પસંદ કરેલી વસ્તુઓ છે અને તેમને જ ડિસ્પલેમાં રાખી છે."
 
સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવે છે આર્ટ
-તેમની આર્ટ રચના ‘Mystic Abode’ એ એક એવા ફોર્મેશનમાં છે જેમાં એક ઘરની છતને સહેજ ઢાળ આપીને બનાવાઇ છે. આની રચના 8500 ઘંટડીઓ (bells) વડે કરવામાં આવી છે.
-તેમણે જણાવ્યું હતું કે,"ગામડામાં નાના બાળકોની માતાઓ તેમની કમર પર ઘંટડી બાંધે છે. હકીકતમાં તેઓ ઢોરને પણ ઘંટડી બાંધે છે. જેથી તેમની હાજરી જણાઇ શકે. આ સ્ટ્રક્ચર તે મેમરીને ધ્યાનમાં રાખીને બનાવાયું છે." આ આર્ટિસ્ટે ઘંટડીઓથી અન્ય આર્ટ એન્ડ ક્રાફ્ટ પણ બનાવ્યા છે.
 
કુદરતી જગ્યાઓ પસંદ કરે છે આ આર્ટિસ્ટ
-વર્ટિકલની જેમ તેમણે હોરિઝોન્ટલ સ્કલ્પચર્સ પણ દર્શાવ્યા હતાં. જેમાંના અનેક સ્કલ્પચર્સમાંથી એક બ્રોન્ઝનું બનેલું હતું. 'ફોર્સ' નામની તેમની આ રચના તાકાતને સિમ્બોલાઇઝ કરે છે. આ રચનામાં એક વાઘ તેના મોં માં ગુલાબ લઇને ઉભેલો જોવા મળે છે. જેને પરેશ 'પ્રેમ' તરીકે ઓળખાવતા કહ્યું હતું કે, 'જો તમે બારીકાઇથી જુઓ તો આ સ્કલ્પચર સ્ત્રી અને પુરૂષનું એક જોડાણ દર્શાવે છે.'
-પરેશ મૈટીએ એ પણ જણાવ્યું હતું કે તેમને હંમેશા કુદરતી સ્થળ અથવા તો ઝાડ નીચે કે કોઇ સમુદ્ર સ્થળે ખુલ્લી જગ્યામાં આર્ટ કરવાનું પસંદ છે.

તમામ તસવીરોઃ અજીત રેડેકર
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ આર્ટિસ્ટ પરેશ મૈટીના એક્ઝિબિશનના અન્ય Photos....
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Padma Shri Artist Paresh Maity's Latest Exhibit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended