Home »News »Bollywood Buzz» Om Puri Was Ready To Marriage With First Wife Seema Kapoor

પ્રોપર્ટીને લીધે ઓમની ડેથ મિસ્ટ્રી ગુંચવાઈ, ડિવોર્સ માટે કર્યું'તું 15 Crમાં સમાધાન

Nishat Shamsi | Jan 10, 2017, 14:02 PM IST

  • ડાબે, પહેલી પત્ની સીમા કપૂર, બીજી પત્ની નંદિતા
મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઓમપુરીનું નિધન છ જાન્યુઆરીના રોજ થયું હતું. તેમની બીજી પત્ની નંદિતા પુરીએ સોમવાર(9 જાન્યુઆરી)ના રોજ પોલીસમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ઓમપુરીનું નિધન સામાન્ય નથી. પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એન્ગલથી તપાસ કરે. નંદિતાએ વધુમાં કહ્યું હતું કે તેની અને ઓમની વચ્ચે બધું જ સામાન્ય થવાનું હતું. આવામાં સુસાઈડનું કોઈ કારણ દેખાતું નથી. ઓમ અને તેમની પૂર્વ પત્ની સીમા સાથે એકબીજાના સતત સંપર્કમાં હતાં.

ઓમ-નંદિતા વચ્ચે 15 કરોડમાં સેટલમેન્ટ થવાનું હતું:

- ઓમ પુરી અને તેની પત્ની નંદિતા ગયા વર્ષે અલગ થઈ ગયા હતાં.
- ઓમ પુરી દર મહિને ત્રણ લાખ પત્નીને આપતા હતાં. નંદિતા, ઓમપુરીના લોખંડવાલા સ્થિત ફ્લેટમાં રહેતી હતી.
- ઓમ પુરી સાથે સંકળાયેલા લોકો પર વિશ્વાસ કરીએ તો બંને ડિવોર્સનો નિર્ણય લઈ ચૂક્યા હતાં. 15 જાન્યુઆરીના રોજ ફેમિલી કોર્ટમાં સુનાવણી હતી. સેટલમેન્ટ 15  કરોડ રૂપિયામાં નક્કી થયું હતું.
- આમાં ઓમ પુરી, બીજી પત્નીને બે ફ્લેટ, બે કાર, ઈશાન માટે 2 કરોડની એફડી, નંદિતાને એક કરોડ રૂપિયા આપવાના હતાં.
- ઓમ પુરીની પ્રોપર્ટીમાં છ ફ્લેટ-ઓફિસ, ખંડાલા-કરજતમાં ફાર્મ હાઉસ તથા રાજસ્થાનમાં એક પ્રોપર્ટી સામેલ છે. 

પૂર્વ પત્ની સાથે હતા સંપર્કમાં:
 
- આ કહાનીમાં હજી એક ટ્વિસ્ટ છે. ડિવોર્સ બાદ ઓમ ફરીવાર પૂર્વ પત્ની સીમા સાથે સંપર્કમાં આવ્યાં હતાં.
-  સીમા સાથે વર્ષો પહેલાં તેમના ડિવોર્સ થયા હતાં. જોકે, બે વર્ષથી બંને એકબીજા સાથે ઘણો સમય પસાર કરતાં હતાં. 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓમ પોતાના પુત્રને સિનેમામાં હાયર એજ્યુકેશન માટે વિદેશ મોકલવાના હતાં. પુત્રને કારણે નંદિતા પ્રત્યે થોડો ઝુકાવ હતો.

ઓમના માથામાં હતો દોઢ ઈંચ ઉંડા ઘાઃ

- સૂત્રોના જણાવ્યા અનુસાર ઓમ પુરીના મૃત્યુની ખબર પહોંચતા જ નંદિતા સવારે 8:56ની આસપાસ ઓક લેન્ડ પાર્ક સ્થિત ફ્લેટ પર પહોંચી હતી. 
- તે સમયે બિલ્ડિંગના થોડા લોકો સિવાય ડ્રાયવર મિશ્ર પણ હાજર હતો. 
- ફ્લેટ પર પહોંચતા જ નંદિતાએ પહેલા ઓમ પુરીની ડેડ બોડી જોઇ અને સીધી જ એક રૂમમાં જતી રહી અને ઓમ પુરીનો સામાન ગાડીમાં મૂકી દીધો હતો. ઓમ પુરીનો ફોન પણ ગાયબ છે.
- ઉલ્લેખનીય છે કે શુક્રવાર(છ જાન્યુઆરી)ના રોજ ઓમ પુરીનો પાર્થિવ દેહ નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઓમ પુરીના માથામાં દોઢ ઈંચ ઉંડો તથા ચાર સેમી લાંબા ઘાનું નિશાન હતું. કોલર બોન તથા ડાબા ખભામાં હેરલાઈન ફ્રેક્ચર હતું.
- ત્યારબાદથી જ મુંબઈ પોલીસ તબક્કાવાર પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધી ઓમ પુરીના ડ્રાઈવર રામ પ્રમોદ મિશ્રા તથા અંતિમ કલાકોમાં સાથે રહેનારા પ્રોડ્યુસર ખાલિદ કિદવઈની પૂછપરછ થઈ ચૂકી છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો,  અત્યાર સુધી ઓમ પુરીના નિધનને લઈ પોલીસે શું કરી તપાસ, ઓમ પુરી મૃત્યુ પામ્યા એ દિવસે જવાના હતાં અમેરિકાના વિઝા માટે...)
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Om puri was ready to marriage with first wife seema kapoor
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext