Home »News »Bollywood Buzz» Kunal Kapoor As Warrior In Malayalam Movie Veeram

'બાહુબલી'ને ટક્કર આપે છે 'વીરમ', Big Bના જમાઇએ આપ્યા છે Bold Scene

divyabhaskar.com | Feb 15, 2017, 16:27 PM IST

  • ફિલ્મના ટ્રેલરનો એક સીન
મુંબઇઃ અમિતાભ બચ્ચનના જમાઇ કુણાલ કપૂરની 'વીરમ'નું ટ્રેલર રીલિઝ થયું છે. આ મલયાલમ ફિલ્મમાં કુણાલ કપૂર ચંદુ ચેકાવરનો રોલ કરી રહ્યો છે. જે નોર્થ કેરાલાનો 13મી સદીનો વોરિયર છે. ફિલ્મને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં ઇતિહાસની ગાથા દર્શાવવામાં આવી છે. 2 મિનિટ અને 13 સેકન્ડના આ ટ્રેલરમાં દગાખોરી, પ્રપંચ, લાલચ અને લોભની વાત કહેવામાં આવી છે. આ સાથે જ કુણાલ કપૂર યોદ્ધા તરીકે તદ્દન નવા જ ગેટઅપમાં જોવા મળે છે. જેમાં તે એકદમ દમદાર લાગી રહ્યો છે. ટ્રેલરમાં તેના બોલ્ડ સીન પણ જોવા મળે છે. આ પહેલા કુણાલ કપૂર ‘ડિયર ઝિંદગી’માં એક નાના રોલમાં જોવા મળ્યો હતો.
 
ત્રણ ભાષામાં રીલિઝ થશે 'વીરમ'
- વિલિયમ શેક્સપિયરના મેકબેથ આધારિત આ ફિલ્મ મલયાલમ, હિંદી અને અંગ્રેજી ભાષામાં રીલિઝ થશે.
- 'વીરમ'નું ડિરેક્શન નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર જયરામે કર્યું છે. જેમાં કુણાલ કપૂર ઉપરાંત શિવજીત નામ્બિયાર, દિવિના ઠાકુર, સતિષ મેનન અને હિમર્ષા વેંકટસ્વામિ જેવા સ્ટાર્સ જોવા મળશે.
- ચંદ્રમોહન ડી પિલ્લઇ અને પ્રદિપ રાજને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ 24 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, 'વીરમ' ટ્રેલરના સ્નેપશોટ અને 14મી સ્લાઇડ્સમાં ટ્રેલર.......
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kunal Kapoor As warrior in Malayalam Movie Veeram
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended