Home »News »Bollywood Buzz» Police Solved The Murder Mystery Of Actress Kritika Chaudhary

મોતની રાત્રે કંગના સાથે કામ કરનારી એક્ટ્રેસ સાથે થયું હતું આવું, પોલીસે ઉકેલ્યો કેસ

Nishat Shamsi | Jul 10, 2017, 18:32 PM IST

  • ક્રિતિકા ચૌધરી
મુંબઈઃ મુંબઈ પોલીસે અંતે 'રજ્જો'માં કંગના સાથે કામ કરનારી એક્ટ્રેસ અને મોડલ ક્રિતિકા ચૌધરીની હત્યાનો કેસ ઉકેલી લીધો છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. સોમવાર(10 જુલાઈ)ની સાંજ સુધીમાં પોલીસ વધુ ખુલાસાઓ કરી શકે છે કે કોણે ક્રિતિકાને ઘરમાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી.શું થયું હતું તે રાત્રે
 
- મુંબઈની લગોલગ આવેલા પનવેલથી બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે ક્રિતિકાને પહેલેથી ઓળખતા હતા.
- પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કૃતિકા ડ્રગ્સ સાથે જોડાયેલાના સંપર્કમાં હતી. જેને લઈને ક્રિતિકાને તેની સાથે ઝઘડો થયો હતો અને બન્ને લોકો 12 જુનની રાત્રે  સમાધાન કરવા માટે તેના ઘરે પહોંચ્યા હતા.
- ક્રિતિકાના ઘરે તમામે પરસ્પર વાતચીત કરી અને સાથે ભોજન પણ કર્યું હતું. આ દરમિયાન જ્યારે પૈસાની વાત નીકળી ત્યારે વિવાદ વધી ગયો અને એક શખ્સે હાથમાં પહેરવાની નકલથી હુમલો કરી દીધો. જેનાથી ક્રિતિકાનું મોત થઈ ગયું. ત્યાર બાદ બન્ને આરોપીઓએ ઘરની સફાઈ કરી અને ચૂપચાપ રીતે ત્યાંથી નીકળી ગયા.
-સૂત્રોનું માનીએ તો બન્ને આરોપી કૃતિકા દ્વારા બોલિવૂડમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકે ભજવી મહત્વપૂર્ણ ભૂમિકા
- મુંબઈ પોલીસ માટે ક્રિતિકાની હત્યાનું રહસ્ય ઉકેલવું એક મોટો પડકાર હતો. આથી ક્રાઈમ બ્રાન્ચે તેની અનેક ટીમ કામે લગાડી હતી.
- ખાસ વાત તો એ છે કે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને પણ આ કેસની તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. આથી કેસ ઉકેલવામાં તેમની ટીમની પણ ખાસ ભૂમિકા રહી.
 
12 જૂનના રોજ મળી હતી લાશ
ક્રિતિકાની લાશ 12 જૂનના રોજ મુંબઈની અંધેરીના ચાર બંગલો વિસ્તારના ભૈરવનાથ એસઆરએ બિલ્ડિંગમાંથી મળી હતી. પોલીસને શંકા હતી કે ક્રિતિકાનું મોત ચાર દિવસ પહેલાં થઈ હતી. તે ઘરમાં એકલી જ રહેતી હતી. સોમવારે અચાનક ફ્લેટમાંથી દૂર્ગંધ આવવા લાગી હતી અને લોકોએ પોલીસને માહિતી આપી હતી.
 
ટીવી અને એસી ચાલું હતાં
પોલીસ જ્યારે દરવાજો તોડીને રૂમમાં દાખલ થઈ ત્યારે ટીવી તથા એસી ચાલુ હતું. બોડી લાંબા સમય સુધી ખરાબ ના થાય તેથી જ હત્યારાએ એસી ચાલુ રાખ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ક્રિતિકા ચૌધરીની લાઈફ સ્ટોરી અંગે
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: police solved the murder mystery of actress kritika chaudhary
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended