Home »News »Bollywood Buzz» Reema Lagoo Change The On Screen Mother Image In Maine Pyaar Kiyaa

રીમા લાગૂએ 'મૈને પ્યાર કિયા'થી બદલી બોલિવૂડ ફિલ્મ્સમાં માની ઈમેજ

Dilip Thakur | May 19, 2017, 11:20 AM IST

  • રીમા લાગૂએ 'મૈને પ્યાર કિયા'થી બદલી બોલિવૂડ ફિલ્મ્સમાં માની ઈમેજ,  bollywood buzz news in gujarati
મુંબઈઃ રીમા લાગૂના અવસાનના સમાચારથી દુખ થવું સ્વભાવિક છે. ગત મહિને જ તેને દક્ષિણ મુંબઈમાં "કટ્ટર ગિરગાવકર" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેની સાથે મુલાકાત થઈ હતી. જોકે આટલા જલ્દી આંચકાજનક સમાચાર આવશે એવો વિચાર પણ કર્યો નહોતો. મરાઠી અને હિન્દી ફિલ્મની સાથે સાથે તેમણે મરાઠી અને ગુજરાતી રંગભૂમિમાં પણ ખૂબ કામ કર્યું અને કન્નડ તથા ભોજપુરી ફિલ્મ્સમાં પણ રોલ કર્યા.
 
'મૈને પ્યાર કિયા'થી બદલી બોલિવૂડ ફિલ્મ્સમાં માની ઈમેજ
હિન્દી ફિલ્મ્સની વાત કરીએ તો રાજશ્રી પ્રોડક્શનની સૂરજ બરજાત્યા નિર્દેશિત "મૈને  પ્યાર કિયા"(1989)માં સલમાનની માતાનો રોલ કરી હિન્દી ફિલ્મ્સમાં માની ઈમેજ જ બદલી દીધી. ત્યાર બાદ ફિલ્મ્સમાં યંગ મધરનો કોન્સેપ્ટ આવ્યો. ઘણા લોકો તેને ગ્લેમર મધર કહેતા હતા. રીમા એક અનુભવી અને સશક્ત એક્ટ્રેસ હોવાને કારણે યંગ મધરના રોલમાં જામી ગઈ અને તેની હવે મરાઠીની સાથે સાથે હિન્દી ફિલ્મ્સની કરિયર શરૂ થઈ.
 
અનેક ફિલ્મ્સમાં કર્યા માના રોલ
'હમ આપકે હૈ કૌન', 'રંગીલા', 'કયામત સે કયામત તક', 'સાજન', 'હમ સાથ સાથ હૈ', 'હિના', 'યે દિલ્લગી', 'જુડવા', 'શોલા ઔર શબનમ', 'કુછ કુછ હોતા હૈ' અને 'કલ હો ના હો' જેવી અનેક ફિલ્મ્સમાં માનું કેરેક્ટર નિભાવ્યું અને હિન્દી ફિલ્મ જગતમાં સ્થાપિત થઈ.
 
'વાસ્તવ'માં કર્યો કઠોર માનો રોલ
જોકે તેની સાથે સાથે તે મરાઠી ફિલ્મ્સ અને રંગભૂમિને પણ ભુલી નહીં અને લાંબી એક્ટિંગ કરિયરમાં મહેશ માંજરેકર નિર્દેશિત 'વાસ્તવ'માં માનો શાનદાર રોલ કર્યો છે. તેણે પોતાના ગેંગસ્ટર દિકરા(સંજય દત્ત)ને ખોટા રસ્તે જવા પર આ મા એક આકરો નિર્ણય લે છે અને પોતાના દિકરા પર જ ગોળી ચલાવી દે છે. આ પગલું ભરવું એક પ્રકારની કઠોરતા હતી.
 
મરાઠી ફિલ્મ્સ અને નાટકોમાં પણ કર્યું કામ
જ્યારે મરાઠી રંગભૂમિમાં 'પુરૂષ', 'સવિતા દામોદર પરાંજપે', 'ઘર તિઘાંચે હવે' અને 'આસૂ આણિ હસૂ ઈસકી એક્ટિંગ' માટે એવોર્ડ્સ મળ્યા. મરાઠી ફિલ્મ્સમાં રીમાનું યોગદાન ઘણું છે. જેમાં તેણે 'જિવલગા', 'આપસી માણસ', 'મુક્તા', 'ગોડ ગુપિત', 'શુભ મંગલ સાવધાન', 'સાવલી' અને 'બલિદાન' જેવી અનેક ફિલ્મ્સમાં રીમાએ અલગ અલગ પ્રકારના રોલ કર્યા. જ્યારે ટીવી પર તેણે 'તુ તુ મૈ મૈ' જેવા સાસુ-વહુના ઝઘડા પર કોમેડી કરી. બાળ કલાકારથી લઈ ચરિત્ર રોલ સુધી રીમાનું કરિયર લાંબી રહી હતી.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reema lagoo change the on screen mother image in maine pyaar kiyaa
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended