Home »News »Bollywood Buzz» Know About Munaf Kapadia And His Bohri Kitchen

ગૂગલની નોકરી ઠુકરાવી આ ગુજરાતી વેચે છે સમોસા

Onkar Kulkarni | Jul 15, 2017, 00:04 AM IST

  • મોમ સાથે મુનાફ
મુંબઈઃ દુનિયાની જાણીતી કંપની ગૂગલમાં નોકરી કરવી દરેકનું સપનું હોય છે. આવી જ એક વ્યક્તિને અહીંયા નોકરી પણ મળે છે અને તે એકાઉન્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે કાર્યરત છે. બે વર્ષ સુધી કોર્પોરેટ લાઈફસ્ટાઈલ જીવે છે. અચાનક જ તે વ્યક્તિ ગૂગલની આ જોબ છોડીને સમોસા વેચવાનું શરૂ કરે છે. જાણીને એકદમ નવાઈ લાગીને! પણ સમોસા વેચતો આ વ્યક્તિ હવે વર્ષે 75 લાખથી પણ વધુ કમાણી કરે છે. આ વ્યક્તિ ગુજરાતી છે અને તેનું નામ છે મુનાફ કાપડિયા.

કોણ છે મુનાફ કાપડિયાઃ
28 વર્ષીય મૂળ રાજકોટના મુનાફે મુંબઈની નરસી મોનજી કોલેજમાંથી એમબીએ કર્યું છે. તેની મોમ નફિસા આખો દિવસ ઘરમાં સાસ-બહુની સીરિયલ જોતી હતી અને તેને આ વાતથી ગુસ્સો આવતો હતો. divyabhaskar.com સાથેની એક્સક્લૂઝીવ વાતચીતમાં મુનાફે કહ્યું હતું કે તેની મોમ કરિયર ઓરીએન્ટેડ હતી પરંતુ બાળકોને મોટા કરવા માટે તેણે પોતાની નોકરી છોડી દીધી હતી. બાળકો મોટા થયા બાદ તે પોતાની રીતે જીવતી હતી. તેણે પોતાની મોમની ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું. મુનાફે ગૂગલની નોકરી છોડીને મુંબઈમાંમોમના હાથનું વોહરા સમાજનું ટ્રેડિશનલ ફૂડ ડિલિવર કરવાનું શરૂ કર્યું. 

રાજકોટના છે પેરેન્ટ્સઃ
મુનાફના દાદા રાજકોટના છે, જ્યારે તેના પેરેન્ટ્સ તથા તેનો જન્મ મુંબઈમાં જ થયો છે. તેના પિતા તુરબ કાપડિયા પ્લાસ્ટિકનો બિઝનેસ કરે છે. જ્યારે તેની મોમને કુકિંગનો ઘણો જ શોખ છે. શરૂઆતમાં તેની મોમ પોતાની જાતને બિઝી રાખવા માટે વિવિધ જાતના ટ્રેડિશનલ ફૂડ બનાવતી હતી. આ સમયે તે મુંબઈમાં ગૂગલની ઓફિસમાં જોબ કરતો હતો. ત્યારબાદ તેણે નોકરી છોડીને પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કરવાનું નક્કી કર્યું. રેસ્ટોરન્ટ શરૂ કરવી ઘણી જ મુશ્કેલ હતી. આથી જ તેણે પોતાના કોલાબા સ્થિત ઘરે જ ડાઈનિંગ એક્સિપિરિયન્સ હેઠળ 'ધ બોહરી કિચન' શરૂ કર્યું હતું. અહીંયા તે મોમના હાથે બનાવેલી ઓથેન્ટિક વોહરા સમુદાયની ડિશિઝ સર્વ કરતો હતો. તે ઘરે જઈને ડિશિઝ ડિલિવરી કરતો હતો. જ્યારે શનિ-રવિ પોતાના ઘરે માત્ર આમંત્રિતોને જમવા બોલાવતો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, 30 લોકોને પોતાના ઘરે જમવા બોલાવે છે મુનાફ...)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about munaf kapadia and his Bohri Kitchen
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended