Home »News »Bollywood Buzz» Kareena And Karishma Host A 70th Birthday Party Of Papa Randhir Kapoor

કપૂર ખાનદાનની પાર્ટીમાં થાય છે સેક્સ ને દારૂની વાતો, કોણે ખોલ્યું રહસ્ય

divyabhaskar.com | Feb 17, 2017, 14:49 PM IST

  • ડેડ સાથે કરિના-કરિશ્મા
મુંબઈઃ કપૂર ખાનદાન શાનદાર પાર્ટી માટે જાણીતું છે. હાલમાં જ રણધિર કપૂરના 70માં જન્મદિવસ પર ભવ્ય પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. રણધિર કપૂરને જન્મદિવસ પહેલાં કપૂર ખાનદાનની પાર્ટીઓમાં શું થાય છે, તે અંગે પૂછવામાં આવ્યું હતું. રણધિરે જાણીતી વેબસાઈટને આ અંગે વાત કરી હતી.

પાર્ટીમાં હોય છે સેક્સ, ગંદા જોક્સ, દારૂઃ
રણધિર કપૂરે કહ્યું હતું કે કપૂર ખાનદાનની પાર્ટીમાં કપૂર્સ ક્યારેય બીજાની વાતો કે ગોસિપ કરતાં નથી. તેઓ માત્ર સેક્સ, ગંદા જોક્સ, દારૂ તથા મહિલાઓને લઈ વાત કરે છે. કપૂર્સને કોઈ ફરક પડતો નથી કે અન્ય લોકો શું કરે છે. તેઓ પોતાનામાં જ એટલા વ્યસ્ત રહે છે કે બીજા અંગે વિચાર પણ કરતાં નથી. ઉલ્લેખનીય છે કે કપૂર ખાનદાન ફિલ્મ્સ, અફેયર, રિલેશનશીપને લઈને ચર્ચામાં રહેતું જ હોય છે. વિવાદ હોય કે પછી અફવા કપૂર ખાનદાન હંમેશા સાથે જ હોય છે. તેઓ તમામ મુસીબતમાં એકબીજાને સાથ આપે છે. રણધિર કપૂરે કહ્યું હતું કે તેઓ પરિવાર તથા બાળકોના જીવનમાં ક્યારેય દખલગિરી કરતાં નથી. જેને જે કરવું હોય તે કરે છે. 

કપૂર્સને છે ખુલ્લી આઝાદીઃ
ઉલ્લેખનીય છે કે રણધિર કપૂરની બંને દીકરીઓ કરિશ્મા તથા કરિના બોલિવૂડ એક્ટ્રેસ છે. રણધિર કપૂરને ખ્યાલ છે કે કેવા પ્રકારની અફવા ઉડતી હોય છે અને તેથી જ તે આ અફવાઓને ક્યારેય પોતાના પર હાવી થવા દેતા નથી. કપૂર પરિવારના દરેક સભ્ય પોતાની રીતે જીવે છે. જો તેમને ક્યાંક સલાહ જોઈતી હોય તો તેઓ વડીલ પાસે માંગે છે. બાકી વડીલો ક્યારેય બાળકોના જીવનમાં દખલગિરી કરતી નથી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રણધિર કપૂરની જન્મદિવસની પાર્ટી તસવીરોમાં....)
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: kareena and karishma host a 70th birthday party of papa randhir kapoor
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext