Home »News »Bollywood Buzz» Society Fed Up With Ram Rahim Singh Z Plus Security

આ કારણે પરેશાન છે બાબા રામ રહિમના પાડોશી, ઘર ખાલી કરવા કરી વિનંતી

divyabhaskar.com | Feb 16, 2017, 12:19 PM IST

  • રામ રહિમે જુહુ સ્થિત હાઉસિંગ સોસાયટીમાં ડુપ્લેક્સ ખરીદ્યો છે
મુંબઇઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમ સિંહ ઇન્સાનને તેની સોસાયટીએ અપીલ કરી છે કે તે ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ શિફ્ટ થઇ જાય. હકીકતમાં થોડા સમય પહેલા જ રામ રહીમે જુહુ (મુંબઇ) સ્થિત રિવેરા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની એક બિલ્ડિંગમાં સી ફેસિંગ ડુપ્લેક્સ ખરીદ્યો છે. તે અહીં શિફ્ટ થઇ ચૂક્યા છે. જેને કારણે બાકી સોસાયટી મેમ્બર્સને પરેશાનીનો સામનો કરવો પડે છે.
 
પરેશાનીનું કારણ બની બાબાની સિક્યોરિટી
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબા માટે આપવામાં આવેલી Z-પ્લસ સિક્યોરિટીના કારણે સોસાયટી પરેશાન છે. હકીકતમાં, તેમની સુરક્ષામાં રાખવામાં આવેલા આર્મ્ડ પોલીસમેને બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કબ્જો જમાવ્યો છે. ત્યાં સુધી કે બાળકોને રમવા માટે પણ કોઇ જગ્યા છોડી નથી. ઘરની અંદર આવનાર દરેક વ્યક્તિને તપાસવામાં આવે છે.
 
કમિટિ ટૂંક સમયમાં જ લેશે નિર્ણય
સોસાયટીના ચેરમેન સુરેશ જસાણીએ કહ્યું હતું કે,"સમગ્ર કમ્પાઉન્ડમાં રામ રહીમના ગાર્ડ છે. ઉપરાંત વાહનોની અવર જવર પણ વધી છે. આ વિષે ચર્ચા થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં જ કમિટિ મીટિંગમાં કોઇ નિર્ણય લેવામાં આવશે."
 
રામ રહીમે કર્યો આરોપોથી ઇન્કાર
આ દરમિયાન રામ રહિમના સ્પોકપર્સન આદિત્ય ઇન્સાને દરેક આરોપોને ખોટા જણાવ્યા છે. તેમણે એક પબ્લિકેશનને કહ્યું હતું કે,"આ આરોપોમાં કોઇ સચ્ચાઇ નથી. પહેલા તેઓ બાંદ્રામાં રહેતા હતા ત્યારે કોઇ ફરિયાદ આવી ના હતી. જો બાબાનું અપમાન કરવામાં આવશે તો સખત એક્શન લેવામાં આવશે."
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો,આ જ બિલ્ડીંગમાં રહે છે અક્ષય કુમાર....
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Society fed up with Ram Rahim Singh Z plus security
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext