Home »News »Bollywood Buzz» Check Out The Reality Behind The Sonu Nigam Azaan Controversy

Ground Report: સોનુ નિગમ, અઝાન અને લાઉડ સ્પીકર પાછળનું સત્ય

divyabhaskar.com | Apr 21, 2017, 13:46 PM IST

  • સોનુ નિગમ
મુંબઈઃ તાજેતરમાં પ્લેબેક સિંગર સોનુ નિગમે વહેલી સવારે મસ્જિદમાંથી લાઉડ સ્પીકરમાં થતી અઝાન પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી હતી. જેને લઈ સોનુ નિગમે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા કરી કે, માત્ર અને માત્ર લાઉડ સ્પીકરની સમસ્યાથી પરેશાની છે. જે થવું ના જોઈએ. divyabhaskar.comની ટીમે ગ્રાઉન્ડ લેવલ પર જઈને આ મામલે વધુ તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ વાતો સામે આવી હતી. બે કેમેરાથી અલગ-અલગ જગ્યાએ કર્યું રેકોર્ડીંગ
 
સૂત્રો મુજબ, સોનુ નિગમે તાજેતરમાં મુંબઈના મિલ્લત નગર વિસ્તારમાં ''સમર્થ સિદ્ધિ'' નામની બિલ્ડીંગમાં ડુપ્લેક્સ ખરીદ્યો છે. જાણવા મળ્યા મુજબ, સોનુ આજકાલ ત્યાં જ રહે છે અને તેની બિલ્ડીંગથી અડધો કિલો મીટર દૂર 'મિલ્લત નગર' વિસ્તારની મસ્જિદ છે. અમે સવારના 5 વાગ્યાથી સાડા પાંચ વાગ્યા વચ્ચે(સવારની અઝાન સમયે)બે અલગ અલગ કેમેરા સાથે અઝાનનું રેકોર્ડિંગ કર્યું.
 
એક કેમેરા મસ્જિદ પાસે અને બીજો સોનુના ઘર પાસે લગાવ્યો
અમે એક કેમેરા મસ્જિદની નજીકના ત્રિકોણીયા પર રાખ્યો અને લાઉડ સ્પીકરની તીવ્રતા અંગે માહિતી મેળવી. તો બીજી તરફ અમે બીજો કેમેરા સોનુ નિગમના ઘર સામે લગાવ્યો અને સવાર સવારમાં શું થાય છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
 
વીડિયોમાં સામે આવ્યું સત્ય
 
જેવી અઝાન શરૂ થઈ, કે મિલ્લત નગર વાળા કેમેરામાં અવાજ આવતો હતો. જેને તમે વીડિયોમાં સાંભળી શકો છો, જ્યારે સોનુ નિગમના ઘર પાસે લગાવવામાં આવેલા કેમેરામાં સાંભળવાનો પ્રયાસ કર્યો ત્યારે મિલ્લત નગર મસ્જિદની અઝાન સંભળાઈ નહીં. પરંતુ તેના ઘરથી લગભગ 2-3 કિલો મીટર દૂર યારી રોડ પર અઝાનનો હળવો હળવો અવાજ આવી રહ્યો હતો. જોકે કદાચ તે વીડિયોમાં સાંભળવા મળે નહીં. આમ તો અમે આ અવાજ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે અને શું ખબર 9માં કે 10માં ફ્લોરની ઉંચાઈ પર તેની તીવ્રતા વધુ પણ હોય શકે.
 
અમે આ ગ્રાઉન્ડ રિપોર્ટ સોનુ નિગમ શું કહેવા માગે છે, તે અંગે જાણવા માટે તૈયાર કર્યો છે. તેની ફરિયાદ ધર્મ કે તેના રીતિ રીવાજો સામે નહીં પણ લાઉડ સ્પીકરના અવાજથી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો શું છે મામલો
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out the reality behind the sonu nigam azaan controversy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended