Home »News »Bollywood Buzz» Actor Danny Denzongpa Got Slapped With Rs 29 Lakhs Fine

13 બોલિવૂડ સેલેબ્સ બન્યા Tax ચોર, સંતાડી ગાડીઓ, ડેનીને 29 લાખનો દંડ

Nishat Shamsi | Feb 16, 2017, 14:03 PM IST

  • ઈન્સેટમાં ડેની અને તેની કાર સાથે દંડ ફટકારી રહેલા અધિકારીઓ
મુંબઈઃબોલિવૂડ સ્ટાર્સની મોંઘદાટ કાર્સ અને તેના પર મનગમતા નંબર્સ અંગે તો સૌ કોઈ જાણે છે. પરંતુ હવે તેના આ શોખને લઈ તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૂત્રોનું માનીએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 13 ટોચના સ્ટાર્સ હાલ તપાસને લઈ રડારમાં છે. તેઓએ કારની ખરીદી કરી છે, પણ ટેક્સ ચૂકવ્યો ના હોવાથી આ તપાસ શરૂ કરાઈ છે. જેમાંથી ઘણાએ પોતાની કાર્સ પણ સંતાડી દીધી છે. મહારાષ્ટ્ર આરટીઓએ રોડ ટેક્સની ચોરી કરનારાઓની તપાસ શરૂ કરી ત્યારે 13 જાણીતા સ્ટાર્સ સહિત કુલ 34 લોકો દોષિત સાબિત થયા છે. જ્યારે ડેનીને 29 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. 7 હિરોઈન પણ છે રડારમાં
 
હાલ આરટીઓ આ નામનો ખુલાસો કરવા માગતું નથી, પણ એક ટોચના અધિકારીનું માનીએ તો આ સ્ટાર્સ 100 કરોડ રૂપિયાની ફિલ્મ્સ તો બનાવે છે પણ ટેક્સ આપતા નથી. આ યાદીમાં 7 ટોચની હિરોઈન, 2 સંગીતકાર અને 9 સિંગર્સ પણ સામેલ છે. અધિકારીઓનું માનીએ તો આ લોકોએ કાર મુંબઈમાં ખરીદી પણ તેનું રજીસ્ટ્રેશન બીજા રાજ્યોમાંથી કરાવવામાં આવ્યું છે. તેનો હેતુ માત્ર ટેક્સ ચોરી છે.  
 
બોલિવૂડ સેલેબ્સે કરી 120 કરોડ ટેક્સ ચોરી
સૂત્રો જણાવે છે કે, બોલિવૂડ સાથે સંકળાયેલા લોકોએ છેલ્લા ત્રણ વર્ષમાં 120 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો નથી. તેને એક એક કરીને વસુલવામાં આવશે. આરટીઓ અધિકારી મુજબ, અત્યાર સુધીમાં 12 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. પરંતુ કોઈએ પણ તેનો જવાબ આપ્યો નથી. હવે આરટીઓએ એક વિશેષ ટીમ બનાવીને આ કાર્સની ધરપકડ શરૂ કરી દીધી છે.
 
મંત્રીઓ પાસે કરાવી રહ્યા છે ફોન
આ સ્ટાર્સે ઝડપાઈ જવાના ડરથી પોતાની કાર્સને પોતાના ફાર્મ હાઉસ અને બીજી જગ્યાઓ પર સંતાડી દીધી છે. તેમાંથી અમુકે મોટા અધિકારીઓ અને મંત્રીઓને પોતાને બચાવવા માટે ફોન પણ કરાવી રહ્યા છે. પરંતુ આ વખતે આરટીઓ કોઈપણને છોડવાના મૂડમાં નથી.
 
ડેનીની રેન્જ રોવર જપ્ત કરતા ચૂકવ્યો 29 લાખનો દંડ
આ ક્રમમાં મહારાષ્ટ્ર આરટીઓએ રોડ ટેક્સ નહીં ચૂકવનારા બોલિવૂડ એક્ટર ડેની ડેન્ગ્ઝોપાને લગભગ 29 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેની કાર પણ જપ્ત કરી લીધી છે. અંધેરી આરટીઓએ ડેનીની રેન્જ રોવર કાર જપ્ત કરી હતી, જે સિક્કિમ રાજ્યના એડ્રેસ પર રજીસ્ટર્ડ છે. મંગળવારે(14 ફેબ્રુઆરી)ડેનીના ડ્રાઈવરે આરટીઓ ઓફિસમાં દંડ જમા કરાવ્યો અને બાદમાં કાર પાછી લઈ ગયો.
 
ડેનીની કાર સિક્કિમના એડ્રેસ પર રજિસ્ટર્ડ
આરટીઓ અધિકારી મુજબ, જે કાર પકડઈ હતી, તે સિક્કિમના સરનામા પર રજિસ્ટર્ડ છે. અમે મહારાષ્ટ્ર રોડ ટેક્સનું પ્રૂફ બતાવવા કહ્યું હતું, જે તે બતાવી શક્યા નહીં. ત્યાર બાદ અમે કારને જપ્ત કરી અંધેરી ઓફિસમાં ઉભી રાખી દીધી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં અધિકારીઓએ જપ્ત કરેલી ટેક્સ ચોરોની કાર્સ અને ડેનીને ફટકારેલા દંડની રિસિપ્ટ
 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: actor Danny Denzongpa Got Slapped With Rs 29 Lakhs Fine
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended