Home »News »Bollywood Buzz» Hrithik Roshan Buys An Apartment For Ex Wife Sussanne

રીતિકે EX-વાઇફ માટે લીધું નવું ઘર, બાળકો સાથે ટૂંક સમયમાં જ થશે શિફ્ટ

divyabhaskar.com | May 19, 2017, 14:41 PM IST

  • રીતિકે EX-વાઇફ માટે લીધું નવું ઘર, બાળકો સાથે ટૂંક સમયમાં જ થશે શિફ્ટ,  bollywood buzz news in gujarati
મુંબઇઃ એક ફેમસ ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર રીતિક રોશને એક્સ પત્ની સુઝાન ખાન અને બાળકો માટે મુંબઇમાં એક નવા એપાર્ટમેન્ટની ખરીદી કરી છે. આ એપાર્ટમેન્ટ અપર જુહુ વિસ્તારમાં છે. જે તેના ઘરથી માત્ર 15 મિનિટના અંતરે છે. નોંધનીય છે કે આ પહેલા સુઝાન અંધેરીમાં એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. જોકે, હવે તે ટૂંક સમયમાં જ બાળકો સાથે નવા ઘરમાં શિફ્ટ થશે.
 
14 વર્ષ સાથે રહ્યા બાદ થયા હતા અલગ
-20 ડિસેમ્બર,2000ના રોજ રીતિક અને સુઝાનના લગ્ન થયા હતાં. તેમના લગ્ન બેંગ્લુરૂમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં થયા હતાં. લગ્નના 6 વર્ષ પછી 2006માં રિહાન અને રિદાનનો જન્મ થયો હતો.
-આશરે 14 વર્ષ સાથે રહ્યા પછી બન્નેએ ડિસેમ્બર 2013માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ પછી નવેમ્બર 2014માં તેમના ડિવોર્સ થયા હતાં.
 
સુઝાને કહ્યું હતું, 'હું અને રીતિક સારા પેરેન્ટ્સ્'
જુલાઇ, 2016માં સોનાલી બેન્દ્રેએ એક ફોટો શૅર કર્યો હતો. જેમાં રીતિક અને સુઝાન પોતાના બાળકો સાથે જોવા મળ્યાં હતાં. જોકે, આ પછી એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં સુઝાને સ્પષ્ટ કર્યું હતું કે હું અને રીતિક એક સારા પેરેન્ટ્સ છીએ અને અમારી એ ફરજ છે કે અમે બાળકોનો ઉછેર સારી રીતે કરીએ. આથી જો અમે સાથે લંચ કરીએ છીએ તો એનો મતલબ એ નહીં કે અમે સાથે હોલિડે એન્જોય કરી રહ્યા છે.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hrithik Roshan Buys An Apartment For Ex Wife Sussanne
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended