Home »News »Bollywood Buzz» A Gujarati Drugs Dealer Kishore Rathod Know Mamta Kulkarnis Secrets

આ ગુજરાતીએ ખોલ્યા મમતા કુલકર્ણીના રહસ્યો, એક્ટ્રેસના ઈશારે ચલાવતો ડ્રગ્સ રેકેટ

Nishat Shamsi | Jun 09, 2017, 12:48 PM IST

  • કિશોર રાઠોડ અને મમતા કુલકર્ણી
મુંબઈઃથાણેની સ્પેશિયલ એનડીપીએસ(નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબસ્ટેન્સિસ) 2000 કરોડ રૂપિયાના ડ્રગ્સ રેકેટ મામલે મમતા કુલકર્ણી અને તેના કથિત પતિ વિક્કી ગોસ્વામીને ભાગેડું જાહેર કર્યા છે. આ પહેલા ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં ગુજરાતી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયા કિશોર રાઠોડે અનેક ખુલાસાઓ કર્યા હતા. કિશોર ભાજપના પૂર્વ ધારાસભ્ય(સમી બેઠક) અને 2014માં કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડેલા ભાવસિંહ રાઠોડનો દિકરો છે. આ કિશોર મમતા કુલકર્ણી અને વિક્કી ગોસ્વામીના અનેક રહસ્યો જાણે છે.
 
કિશોરે ખોલ્યા મમતાના ડ્રગ્સ રેકેટના રહસ્યો
 
- થાણે પોલીસ સૂત્રો મુજબ, કિશોરે મમતા અને વિક્કીને લઈ અનેક ખુલાસાઓ કર્યા છે. તેણે પોલીસને જણાવ્યું કે, તે દુબઈ અને કેન્યામાં વિક્કી તથા મમતા સાથે મીટિંગ કરતો હતો. તે ઈન્ડિયામાં બન્નેના નિર્દેશો પર આખું રેકેટ ચલાવતો હતો.
- સૂત્રો મુજબ, રાઠોડે સ્વીકાર્યું કે, મમતા અને વિક્કી ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધાર છે. મમતા અને વિક્કીના આદેશો પર તે ડ્રગ્સને ઈન્ડિયા, દુબઈ, સિંગાપોર, સાઉથ આફ્રિકા, અમેરિકા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, મેક્સિકો, પોલેન્ડ અને યુરોપિયન દેશોમાં મોકલવાનો હતો.
- તો બીજી તરફ તે મુંબઈ અને ગુજરાતમાંથી વિવિધ દેશોમાં ડ્રગ્સની સપ્લાય કરવાનો હતો. કિશોરે પોલીસને જણાવ્યું કે, મમતા માત્ર ક્લાયન્ટ્સ સાથે ડીલ જ નહીં, પણ મહારાષ્ટ્રમાં ડ્રગ્સ રેકેટનું પણ સંચાલન કરતી હતી.

પોલીસ પાસે મમતા વિરૂદ્ધ છે અનેક પુરાવાઓ
- થાણે પોલીસ કમિશ્નર પરમબીરસિંહે જણાવ્યું કે, તેની પાસે એક્ટ્રેસ મમતા સામે પુરતા પુરાવાઓ છે. વિક્કી ગોસ્વામીએ તેના નામનો ઉપયોગ કરી અનેક બેંક્સમાં ટ્રાન્જેક્શન કર્યા છે.આ બન્નેએ હવાલા નેટવર્ક દ્વારા અનેક ડ્રગ ડીલ પાર પાડી છે.
 
આ રીતે ઝડપાયો હતો કિશોર
- ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે(એટીએસ) કિશોરનની 8 જાન્યુઆરીના રોજ ધરપપકડ કરી હતી.
- થાણે પોલીસ કમિશ્ન પરમબીરસિંહ મુજબ, છેલ્લા 9 મહિનાથી ફરાર રાઠોડ મધ્યપ્રદેશના ચંબલમાંથી ઝડપાયો હતો.
- ઠાણે પોલીસે ગત વર્ષના એપ્રિલમાં મુંબઈ સ્થિત સોલાપુરની એક ફેક્ટ્રીમાંથી 18,627 કિલો એફીડ્રીન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની કિંમત લગભગ 2000 કરોડ રૂપિયા હતી.
- કિશોરે આ કેસમાં એક્ટ્રેસ મમતા કુલકર્ણી અને તેના પાર્ટનર વિક્કી ગોસ્વામીનું નામ જણાવ્યું હતું.
- કિશોર પર 270 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રાખવાનો કેસ ગુજરાતમાં પણ ચાલી રહ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં ડ્રગ્સ સપ્લાય કરવાના આરોપસર ઝડપાયેલા કિશોર રાઠોડના વધુ ફોટોઝ
 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: a gujarati drugs dealer kishore rathod know mamta kulkarnis secrets
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended