Home »News »Bollywood Buzz» Esha Deol Looked Very Beautiful In Her Latest Photoshoot

ધરમપાજીની દીકરીને જાય છે છઠ્ઠા મહિનો, Stunning અવતારમાં મળી જોવા

divyabhaskar.com | Jul 18, 2017, 00:04 AM IST

  • પતિ સાથે ફોટોશૂટ દરમિયાન એશા
મુંબઈઃ ધર્મેન્દ્ર તથા હેમામાલિનીની મોટી દીકરી એશા દેઓલે ગ્રીસમાં બિઝનેસમેન પતિ ભરત તખ્તાની સાથે બેબીમૂન સેલિબ્રેટ કર્યું હતું. અહીંયા એશાએ પોતાના લગ્નની પાંચમી વેડિંગ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી. એશાને હાલમાં છઠ્ઠો મહિના જાય છે. 

કરાવ્યું મેટરનિટી ફોટોશૂટઃ
ગ્રીસમાં હોલિડે મનાવીને પરત આવેલી એશાએ અહીંયા મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં એશા ઘણી જ સુંદર લાગી રહી છે. એશા આ મેટરનિટી શૂટ માટે જાતે જ તૈયાર થઈ હતી. તેને પતિ ભરત તખ્તાનીએ મદદ કરી હતી. 

સવારના છ વાગે કર્યું શૂટઃ
એશાએ કહ્યું હતું કે તેણે સન-સેટ દરમિયાન ફોટોશૂટ કરાવવા માંગતી હતી. જોકે, તે સમયે ટૂરિસ્ટની એટલી બધી ભીડ રહેતી કે વ્યૂ સરખો આવી શકતો નહોતો. અંતે તેના ગ્રીક ફોટોગ્રાફરે વહેલી સવારે ફોટોશૂટ કરાવવાનું કહ્યું હતું. એશા પતિ સાથે વહેલી સવારે પહોંચી ગઈ હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું. 

લગ્નના 5 વર્ષ બાદ થઈ પ્રેગ્નન્ટ થઈ:
રસપ્રદ વાત તો એ છે કે, એશાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને 2013થી ઘણીવાર તેના પ્રેગ્નન્ટ હોવા અંગેની વાતો આવતી રહી હતી. આમ તે લગ્નના પાંચ વર્ષ બાદ પ્રેગ્નન્ટ થઈ છે. જોકે તેના બાદ લગ્ન કરનારી તેની બહેન આહના દેઓલ હાલ દીકરા ડેરેનની મોમ છે.
 
આહનાની પ્રેગ્નન્સી દરમિયાન એશાએ કર્યું હતું શોપિંગ:
એશાને પહેલેથી બાળકો પ્રત્યે લગાવ છે અને નાની બહેન આહનાની પ્રેગ્નન્સી દરમિયાન તેણે જ શોપિંગ કર્યું હતું. સૂત્રો મુજબ, એશા તેની મા સાથે જુહુ બંગલોમાં રહે છે અને બાન્દ્રામાં તેના સાસરિયાઓની મુલાકાત લેતી રહે છે.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એશાએ કરાવેલું ફોટોશૂટ તથા બેબી બમ્પ બતાવતી એશા.......)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: esha deol looked very beautiful in her latest photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended