Home »News »Bollywood Buzz» Police Recoverd Om Puri Mobile Phone From His Second Wife Nandita

ડેથ મિસ્ટ્રી: ઓમપુરીનો ખોવાયેલો ફોન નંદિતાએ માર્યો ફોર્મેટ, ઉઠ્યા 4 સવાલ

Nishat Shamsi | Jan 11, 2017, 10:50 AM IST

  • ઓમ પુરી-ફાઈલ
મુંબઈઃઓમ પુરી મૃત્યુ કેસમાં હવે મોબાઈલ ફોનને લઈ સવાલ ઉઠી રહ્યા છે. આ ફોનથી તેમના મોતનું રહસ્ય વધુને વધુ ઘેરું બની રહ્યું છે. આ અંગે divyabhaskar.com એક્સક્લુઝિવ રિપોર્ટ લઈને આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે પીલોસે તપાસ માટે ફોન માગ્યો ત્યારે નંદિતાએ સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જોકે, બાદમાં તેણે ફોર્મેટ કરી તપાસ માટે આપી દીધો. આ મોબાઈલ ઓમના મોત બાદથી જ ગુમ હતો.
 
 
વર્સોવામાં હતું ફોનનું છેલ્લું લોકેશન
 
શું છે આ મોબાઈલનું રહસ્ય? એક્ટર ઓમ પુરીના મૃત્યુ કેસની તપાસ કરી રહેલી ઓશિવારા પોલીસની તપાસ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો ''પોલીસ બેહદ દબાણમાં કામ કરી રહી છે''. એવામાં સવાલ એ છે કે, આ દબાણ કોનું છે. તપાસમાં લાગેલી પોલીસની ભૂમિકા અંગે સૂત્રો કહે છે કે, ''ઓમ પુરીના મોત બાદથી જ તેનો મોબાઈલ ગુમ હતો''. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે, મોબાઈલનું છેલ્લું લોકેશન વર્સોવામાં હતું. વર્સોવામાં જ ઓમ પુરીનો 'ત્રિશુલ' એપાર્ટમેન્ટ આવેલો છે.
 
# નંદિતાએ ઓમપુરીનો ફોન આપવાથી કેમ કર્યો ઈન્કાર?

ત્યાર બાદ પોલીસે જ્યારે નંદિતાને આ અંગે બીજીવાર પૂછપરછ કરી ત્યારે પહેલા તેણે ઈન્કાર કરી દીધો. પરંતુ બાદમાં સ્વીકારી લીધું કે, મોબાઈલ તેની પાસે જ છે. જો સૂત્રોનું માનીએ તો ''ઓશિવારા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તેની પાસેથી મોબાઈલ માગ્યો ત્યારે તેણીએ આપવાથી ઈન્કાર કર્યો પણ પોલીસે થોડી કડકાઈ દાખવી તો તુરંત જ ફોન આપ્યો. તેની સાથે શરત પણ રાખી કે તે તેને જોઈને પાછો આપી દેશે.''
 
# નંદિતાએ શા માટે મોબાઈલ માર્યો ફોર્મેટ?

તેમાં પણ સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, નંદિતાએ ફોન ફોર્મેટ મારીને આપ્યો, ત્યારે હવે સવાલ એ છે કે ઓમજીના મોબાઈલમાં એવું તો શું હતું? કે નંદિતાએ તે પોલીસને સોંપવા માગતી નહોતી.
 
# પોલીસે મોબાઈલ મેળવવા કેમ પ્રયાસો કર્યા નહીં?

હાલ ઓમપુરીના મૃત્યુ કેસની તપાસ કરી રહેલી ઓશિવારા પોલીસે મોબાઈલ હાંસલ કરવા માટે શા માટે પ્રયાસો ના કર્યા?
 
# આ મોબાઈલમાં શું હતું?

ઓમપુરીના નિકટના લોકોનું માનીએ તો ઓમપુરી પોતાનો દરેક કોલ રેકોર્ડ કરતા હતા, ''સામાન્ય રીતે અંકલ દરરોજ રાત્રે બિનજરૂરી કોલ્સનો રેકોર્ડ ડિલીટ કરતા હતા. પરંતુ તેઓ નંદિતા પુરી અને તેમના વચ્ચે થયેલી વાતનો રેકોર્ડ સેવ કરીને રાખતા હતા''. સૂત્રો જણાવે છે કે, ''ઓમજીના મોબાઈલમાં તેની અને નંદિતા વચ્ચે થયેલી તમામ વાતો રેકોર્ડ હતી. તેની સાથે સાથે અલગ પડ્યા બાદ થયેલી તમામ વાતો પણ આ ફોનમાં જ હતી. માત્ર એટલું જ નહીં, તેના મોતના 24 કલાક પહેલા પણ ઘણીવાર નંદિતા અને તેની વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં તેઓ કોઈ વાત માટે નંદિતાને મનાવી રહ્યા હતા.''
 
6 જાન્યુઆી મળી આવ્યા હતા મૃત હાલતમાં
 
ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીની સવારે તેઓ તેમના ફ્લેટ પરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના માથામાં દોઢ ઈંચ ઉંડો ખાડો હતો અને નગ્ન હાલતમાં હતા. હાલ પોલીસ આ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
 
આગળની સ્લાઈડ્સમાં ઓમપુરીના વધુ ફોટોઝ
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: police recoverd om puri mobile phone from his second wife nandita
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended