Home »News »Bollywood Buzz» Bollywood Celebrities Condemned The Terrorist Attack On Pilgrims

અમરનાથ આતંકી હુમલા પર ગુસ્સામાં બોલિવૂડ, સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

divyabhaskar.com | Jul 11, 2017, 12:04 PM IST

મુંબઇઃ અમરનાથમાં શ્રદ્ધાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સમગ્ર દેશ ગુસ્સામાં છે. બોલિવૂડના સ્ટાર્સે પણ આ હુમલાની નિંદા કરીને ટ્વિટરના માધ્યમથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. નોંધનીય છે કે આ હુમલો સોમવારે થયો હતો જેમાં 7 લોકોના મોત થયાં છે જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. અક્ષય કુમારથી લઇને શાહરૂખ ખાન સુધીના સ્ટાર્સે હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના પરિવાર પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
 
આ રીતે વ્યક્ત કર્યો પોતાનો ગુસ્સો
-અક્ષય કુમારે ટ્વિટ કર્યું હતું કે," હું ગુસ્સે છું અને દુઃખ પણ થઇ રહ્યું છે. જેઓ આ હુમલામાં પ્રભાવિત થયા છે તેમના માટે પ્રાર્થના કરૂં છું."
-જ્યારે શાહરૂખ ખાને ટ્વિટ કર્યું હતું કે,"નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તેના લીધે હું દુઃખી છું. હું પીડિતો માટે પ્રાર્થના કરૂં છું. ભગવાન અમરનાથ યાત્રાળુઓના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે."
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ બોલિવૂડના સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક.....
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood celebrities condemned the terrorist attack on pilgrims
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended