Home »News »Bollywood Buzz» Aishwarya Rai Melt Down At Her Father Krishnaraj Rai Funeral

પિતાની અંતિમયાત્રામાં ઐશ્વર્યાનાં આંસુથી પીગળ્યાં પરિવારજનો, આમ આપી હિંમત

divyabhaskar.com | Mar 20, 2017, 13:20 PM IST

  • પિતાની અંતિમયાત્રામાં આવેલા પરિવારજનો એશ-અભિને સાંત્વના આપી રહ્યાં છે
મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજના અંતિમ સંસ્કાર 18 માર્ચના રોજ જ કરી દેવામાં આવ્યા હતાં. ઐશ્વર્યા રાય બચ્ચન પિતાની ઘણી જ નિકટ હતી. પિતાના અંતિમ સંસ્કારમાં એશ ભાંગી પડી હતી. રડી-રડીને ઐશ્વર્યાની આંખો પણ લાલચોળ થઈ હતી. એશને પતિ અભિષેક બચ્ચને મુશ્કેલીથી સંભાળી હતી. 

આ સેલેબ્સે આપી એશને હિંમતઃ
એશના પિતાનું અવસાન થતાં જ બોલિવૂડમાંથી અનેક સેલેબ્સ એશના ઘરે(પિયર) આવી ગયા હતાં. શાહરૂખ ખાન, અનિલ અંબાણી, સંજય લીલા ભણશાલી, રણધિર કપૂર, બંટી વાલિયા, જેપી દત્તા, સૌફી ચૌધરી, પુનિત મલ્હોત્રા સહિતના સેલેબ્સ અંતિવિધિમાં સામેલ થયા હતાં.

કૃષ્ણારાજને હતું કેન્સરઃ
કૃષ્ણારાજને કેન્સર હોવાથી છેલ્લાં એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. છેલ્લાં પાંચ-છ દિવસ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. પિતાને જ્યારે વેન્ટિલેટર પર શીફ્ટ કરવામાં આવ્યા ત્યારે એશ પતિ સાથે અડધી રાત્રે લીલાવતી હોસ્પિટલ ગઈ હતી. પિતાની હાલત જોઈને એશ ઘણી જ ગભરાઈ ગઈ હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કૃષ્ણારાજની અંતિમવિધિમાં બોલિવૂડ સેલેબ્સ....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai melt down at her father Krishnaraj Rai funeral
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended