Home »News »Bollywood Buzz» Shilpa Shetty's New Venture In On Line Health Tips

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાની કંપનીએ ફૂંક્યું દેવાળું, કર્મચારીઓને નથી ચૂકવ્યો પગાર

divyabhaskar.com | Feb 16, 2017, 14:00 PM IST

મુંબઈઃ ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ રાજ કુંદ્રાએ પોતાની હોમ શોપિંગ ચેનલમાંથી રાજીનામુ આપ્યું હતું. આ સમયે ચેનલના સીઈઓ હરિ ત્રિવેદીએ કહ્યું હતું કે માર્કેટમાં કરન્સી ના હોવાને કારણે તેમનો કૅશ ઓન ડિલિવરી બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. આથી જ ચેનલ પોતાનો આંતરિક ખર્ચ ઉઠાવવા અસમર્થ છે. ત્યારે કેટલાંક વેન્ડર્સનું પેમેન્ટ બાકી હતી અને ત્રિવેદીએ આ પેમેન્ટ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે તેમ કહ્યું હતું. 

બે મહિના બાદ પણ નથી ચૂકવ્યું પેમેન્ટઃ
આ વાતને લગભગ બે મહિના થઈ ગયા છે અને આ અંગે ફરીવાર વિવાદ થયો છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ કુંદ્રાએ પોતાની કંપનીના અનેક કર્મચારીઓને પગાર પણ ચૂકવ્યો નથી. 

રાજે રિપોર્ટને ગણાવ્યો ખોટોઃ
આ રિપોર્ટને રાજ કુંદ્રાએ ખોટો ગણાવ્યો છે અને એક ટ્વિટ કરી હતી કે એવી એક પણ વ્યક્તિ નથી, જેનો પગાર પૅન્ડિંગ હોય.

ચેનલ કંગાળ, શિલ્પા હવે લાવશે નવું વેન્ચરઃ
લગ્ન બાદ શિલ્પા શેટ્ટી ફિલ્મ્સમાં કામ કરતી નથી અને પતિ સાથે બિઝનેસમાં જોડાઈ છે. આ પહેલાં શિલ્પાએ આઈપીએલ, પછી ઓન લાઈન શોપિંગ ચેનલ અને હવે ઓનલાઈન હેલ્થ વેન્ચર શરૂ કરવાનું વિચાર્યું છે. 

કંગાળ થયેલી ચેનલમાં રાજ-શિલ્પાનો હિસ્સો 63 ટકાઃ
કંગાળ થયેલી ચેનલમાં રાજ તથા શિલ્પાનો હિસ્સો 63 ટકા છે. રાજ તથા શિલ્પાએ એક વર્ષથી પેમેન્ટ્સ અટકાવીને રાખ્યું છે. આવા સમયે તે ન્યૂ હેલ્થ વેન્ચર લોન્ચ કરવા જઈ રહી છે. યુ ટ્યૂબ ચેનલની જેમ તે ફિટનેસ ટિપ્સ, વીડિયો, હેલ્થી રેસિપી આપશે.

નોટબંધી અમારી ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારકઃ કુંદ્રા
રાજ કુંદ્રાએ 15 ડિસેમ્બરના રોજ ઇમેઇલથી પોતાનું રાજીનામું મોકલાવ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે તે ઓફિશ્યિલી Best Deal TVના સીઈઓ પદેથી રાજીનામું આપી રહ્યા છે. દરેક વસ્તુનો અંત થાય છે. હજુ આ ઇન્ડસ્ટ્રિમાં ઘણું કરવાનું બાકી હતું. નોટબંધી એ એક બહાદુરીભર્યું પગલું હતું પરંતુ દુર્ભાગ્યથી તેમની ઇન્ડસ્ટ્રિ માટે તે નુકસાનકારક રહ્યું હતું.
 
ત્યારે વેન્ડર્સે લગાવ્યો હતો આ આરોપઃ
નોટબંધી પછી નાણાંની અછતને લીધે કંપનીએ ડિસેમ્બરમાં જ આ કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધે હતો. Best Deal TVના ચીફ ઓપરેટિંગ ઓફિસર હરી ત્રિવેદીએ જણાવ્યું હતું કે,"કેશ ઓન ડિલિવરીનો બિઝનેસ નહીંવત્ થઇ રહ્યો છે. જેથી કંપની આંતરીક ખર્ચ પણ ઉઠાવી  શકતી નથી." જોકે, અનેક વેન્ડર્સે આરોપ લગાવ્યો છે કે ચેનલે ગત વર્ષના જાન્યુઆરી મહિનાથી તેમની બાકી રહેલી કરોડોની રકમ ચુકવી નથી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, શિલ્પા-રાજની ખાસ તસવીરો...)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shilpa shetty's new venture in on line health tips
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended