Home »News »Bollywood Buzz» Bollywood Actor Amitabh Bachchan Inaugurates Road Safety Week

બિગ બીએ કહ્યું, ''નૂડલ્સ વેચી શકું છું તો સુરક્ષા માટે કેમ કંઈ ના કરી શકું''

divyabhaskar.com | Jan 11, 2017, 12:52 PM IST

  • અમિતાભ બચ્ચન
મુંબઈઃબોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન સડક સુરક્ષા કેસમાં મુંબઈ ટ્રાફિક પોલીસનો સાથ આપવા માંગે છે. હાલમાં જ અમિતાભે મુંબઈમાં સડક સુરક્ષા વિકના ઉદ્ધઘાટન સમારંભમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બિગ બીએ કહ્યું હતું કે તે મુંબઈ ટ્રાફિક પોલીસમાં પોતાની સેવા આપવા માંગે છે. તે ઘણાં સમયથી કહેતા આવ્યા છે કે જો તેમનો ચહેરો તથા અવાજ મેગી નૂડલ્સ વેચી શકે છે, તો તે શહેરની સુરક્ષા માટે કેમ કઈ ના કરી શકે. 

લોકો તોડે છે આ નિયમઃ
વધુમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તે મુંબઈના રસ્તાઓ પર ઘણીવાર જુએ છે કે રેડ સિગ્નલ હોય તેમ છતાંય લોકો નિયમો તોડીને નીકળી જાય છે. જો કોઈ તેમની આગળ આ રીતે નિયમ તોડીને નીકળી જાય તો તે સિગ્નલ ખુલે એટલે તે વ્યક્તિને ફોલો કરે છે અને તેને સમજાવે છે. તે વ્યક્તિ આના પર અફસોસ વ્યક્ત કરીને સેલ્ફી લે છે. 

ઉલ્લેખનીય છે કે અમિતાભ ક્લિન ઈન્ડિયા મિશન, હિપેટાઈસ બી, ગુજરાત ટુરિઝમ, પોલિયો જેવા મિશન્સ સાથે જોડાયેલા છે. 
 
(આગળની સ્લાીડ્સ પર ક્લિક કરીને જુઓ, ટ્રાફિક અવેરનેસ વીકમાં બિગ બી...)
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: bollywood actor Amitabh Bachchan inaugurates Road Safety Week
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext