Home »News »Bollywood Buzz» Amitabh Bachchan Talks About His Grand Daughter Aaradhya

કઈ વાત પર બચ્ચન પરિવાર પર ગુસ્સે થઈ આરાધ્યા, દાદાજી સાથે મનાવ્યો V'day

divyabhaskar.com | Feb 15, 2017, 14:40 PM IST

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે કેવી રીતે સેલિબ્રેટ કરે છે, તે જાણવામાં ચાહકોને ઘણો જ રસ હોય છે. બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચને પોતાની લાડકી પૌત્રી આરાધ્યા સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો. અમિતાભે કેવી રીતે આ દિવસ સેલિબ્રેટ કર્યો તે અંગે પોતાના બ્લોગમાં જણાવ્યું છે. જોકે, આરાધ્યા એક વાત પર નારાજ પણ થઈ ગઈ હતી અને મોઢું ચઢાવીને બેસી ગઈ હતી.

આરાધ્યાએ પિત્ઝા ખાવાની કરી ડિમાન્ડઃ
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે ગ્રાન્ડ ડોટર ઘરે જ હતી. તેણે ઘણી જ વિન્રમતાથી ઈટાલિયન રેસ્ટોરન્ટમાં જઈને પિત્ઝા ખાવાની ઈચ્છા પ્રગટ કરી હતી. આરાધ્યાની કોઈ પણ ઈચ્છા પૂરી કરવામાં આવતી હોય છે. આરાધ્યા સાથે બચ્ચન પરિવાર રેસ્ટોરન્ટમાં ગયા હતાં. રેસ્ટોરન્ટમાં આરાધ્યા ઘણાં જ આત્મવિશ્વાસ સાથે ટેબલ પર બેઠી. પગ પર નેપકિન પાથર્યો. પછી વેઈટરને મેનુકાર્ડમાંથી પિત્ઝાનો ઓર્ડર આપ્યો. આટલું જ નહીં તેને કેવા ક્રિસ્પ પિત્ઝા જોઈએ છે, તે પણ વેઈટરને સમજાવ્યું. જ્યારે પિત્ઝા ટેબલ પર સર્વ્ડ થયા પછી આરાધ્યાએ વેઈટ્રેસનો આભાર માન્યો અને તેને વેલેન્ટાઈન ડે પણ વિશ કર્યો હતો. ગીત ગણગણતાં આરાધ્યાએ પિત્ઝા ખાધા હતાં.

દાદાજી કાર ડ્રાઈવ કરીને ઘરે મૂકવા આવેઃ
પિત્ઝા ખાધા બાદ આરાધ્યાએ વળી પાછી ઈચ્છા પ્રગટ કરી હતી કે દાદાજી ડ્રાઈવ કરીને ઘરે મૂકવા આવે અને આ તેની આ ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી હતી. ઘરે આવીને જ્યારે પરિવારે આરાધ્યાને કહ્યું કે તેણે દાદાજીને પણ થેંક્યુ કહેવું જોઈએ તો તે તરત જ ચીડાઈ ગઈ હતી અને ગુસ્સામાં પૂછવા લાગી હતી કે દાદાજીને શા માટે થેંક્યુ કહું. તે દરેકનો આભાર માનતી નથી. બધાએ તેને થેંક્યુ કહેવું જોઈએ કારણ કે તે બધાને ડિનર માટે બહાર લઈ ગઈ હતી.

છે માત્ર પાંચ વર્ષનીઃ
અમિતાભે બ્લોગમાં લખ્યું હતું કે તે માત્ર પાંચ વર્ષની છે. તેનો પોઈન્ટ પણ સાચો હતો અને તે હસતા હસતા બેડમાં જઈ સૂઈ ગઈ હતી. પછી તે પણ સૂઈ ગયા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આરાધ્યા બચ્ચનની ખાસ તસવીરો....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: amitabh bachchan talks about his grand daughter aaradhya
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended