Home »News »Bollywood Buzz» Akshya Kumar Shooting In Bhopal For Film Toilet Ek Premkatha

જ્યારે અક્ષયકુમાર પર ગુસ્સે થઈ બોલિવૂડ એક્ટ્રેસ અને મારી દીધો ધક્કો

divyabhaskar.com | Feb 16, 2017, 12:47 PM IST

  • ભૂમિ તથા અક્ષય કુમાર
ભોપાલઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલમાં 'ટોઈલેટ એક પ્રેમકથા'નું શૂટિંગ મધ્ય પ્રદેશ, હોશંગાબાદમાં કરી રહ્યો છે. અક્ષયની સાથે લીડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પણ છે. ચાહકોની મોટી સંખ્યામાં ભીડ હોવાને કારણે અનેકવાર રિટેક કરવામાં આવતા હતાં.

અક્કીએ કહ્યું રાધે રાધે, તો ચાહકોએ પાડી તાળીઓઃ
- શૂટિંગના એક સીનમાં અક્ષય ગાડી બંધ કરીને ચાવી ખિસ્સામાં નાખે છે. દુકાનદાર અને પંડિતજી એકબીજાને રાધે રાધે કહે છે અને ચાહકોએ જોર-જોરથી તાળીઓ પાડી હતી. આ કારણે શોટ બેથી ત્રણવાર કરવો પડ્યો હતો.
- બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ સીડી પર બેઠી હતી. અક્કી તેના ઘરની સામે ઉભો રહે છે. ચશ્મા પહેરીને તે ભૂમિને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરે છે.
- ભૂમિને ગુસ્સો આવે છે અને અક્ષય સાથે ઝઘડો કરીને તેને હાથથી ધક્કો મારે છે. આ જોઈને ચાહકો હસવા લાગે છે. ટીમ શૂટિંગ રોકીને બધાને ચૂપ રહેવાનું કહે છે. આ શોટ ત્રણવાર રિટેક થયો હતો.

સોંગનું થયું શૂટિંગઃ
- ફિલ્મના ગીતનું શૂટિંગ હનુમાનજી મંદિર આગળ કરવામાં આવ્યું હતું. 
- હોળી પરના આ સોંગમાં 50 સ્થાનિક લોકોને પણ શૂટિંગમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, શૂટિંગની ખાસ તસવીરો....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: akshya kumar shooting in bhopal for film toilet ek premkatha
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended