Home »News »Bollywood Buzz» Singer Arijit Singh Making A Helpless Plea To Narendra Modi

રેપની ઘટનાઓથી દુઃખી થયો અરિજિત, વડાપ્રધાન પાસે મદદ માટે કરી આજીજી

divyabhaskar.com | Jun 08, 2017, 16:21 PM IST

  • અરિજિતે ટ્વિટ કરી વડાપ્રધાનને મદદ માટે વિનંતી કરી હતી
મુંબઇઃ યુવાઓમાં સૌથી વધુ લોકપ્રિય સિંગર અરિજિત પોતાના અવાજના કારણે તો ફેમસ સાથે જ છે ઉપરાંત તે અનેક મુદ્દે સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં રહેતો હોય છે. આ વખતે અરિજિત સિંહે વડાપ્રધાનને ટ્વિટ કરીને મદદ માટે આજીજી કરી છે. તાજેતરમાં જ ગુરૂગ્રામમાં એક રેપની ઘટના સામે આવી હતી. આ મામલે અરિજિત સિંહે ટ્વિટર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને આ મામલે વડાપ્રધાનને વિનંતી કરી હતી.
 
શું લખ્યું અરિજીતે
-અરિજિતે ટ્વિટર પર લખ્યું હતું કે,"સર, આપણે પાશવી ક્રુરતા નહીં તો કેવી રીતે  રેપ અને મર્ડરને રોકી શકીએ છીએ? શું તમે કશું કરી શકો છો. પ્લીઝ આ એક મદદ માટેની વિનંતી છે."
-અરિજિતે એ પણ લખ્યું હતું કે, "જો મને એવા લોકોને મારવાની તક મળે તો મને આવું કરતાં જરાપણ ગભરાહટ નહીં થાય."

કઇ ઘટનાથી વ્યથિત થયો અરિજિત
-ગુરૂગ્રામમાં ઓટો રિક્ષામાં 23 વર્ષની મહિલા સાથે ગેંગરેપ કરીને તેની 9 મહિનાની બાળકીની હત્યા કરાઇ હતી. આ પછી પીડિતા પોતાની મૃત દીકરીને લઇને ભટકતી રહી.
-રેપ થયાના બીજા દિવસની સવારે બાળકીને લઇને તેણે મેટ્રો ટ્રેનમાં પણ ટ્રાવેલ કર્યું. આ પછી પીડિતા પતિ અને પોલીસને એમજી રોડ મેટ્રો સ્ટેશન પાસે મળી હતી.
-આ મામલે અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઇ છે. આ ઘટના 29 મેના રોજ બની હતી પરંતુ તેનો ખુલાસો સોમવારે થયો હતો.
 
આગળની સ્લાઇડમાં ક્લિક કરી વાંચો,અરિજિતે ટ્વિટ કરી શું કહ્યું....


( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Singer Arijit Singh Making A Helpless Plea To Narendra Modi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended