Home »News »Bollywood Buzz» Aishwarya, Shabana And Many More Celebs At Om Puris Prayer Meet

બીજી પત્નીએ યોજી ઓમ પુરીની પ્રાર્થનાસભા, આવ્યા ઐશ્વર્યા સહિતના સેલેબ્સ

divyabhaskar.com | Jan 10, 2017, 11:44 AM IST

  • ડાબેથી અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા-અભિષેક અને શબાના આઝમી
મુંબઈઃ 6 જાન્યુઆરીના રોજ દુનિયાને કાયમ માટે અલવિદા કહેનારા ઓમ પુરીની જુહુના ઈસ્કોન ટેમ્પલ ખાતે શોક સભા રાખવામાં આવી હતી. 9 જાન્યુઆરીના રોજ યોજાયેલી આ પ્રાર્થનાસભામાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન સહિત અનેક સેલેબ્સ સામેલ થયા. આ સમયે શબાના આઝમીની આંખો ભીની થઈ ગઈ હતી. સૌ કોઈ શોકાતુર હતા.
આવ્યા પ્રેમ ચોપરાથી લઈ પૂનમ ધિલ્લોન સહિતના સેલેબ્સ
 
આ પ્રાર્થના સભામાં પ્રેમ ચોપરા, ટોમ અલ્ટર, પ્રતિક બબ્બર, નસીરુદ્દીન શાહ, કબીર બેદી, પૂનમ ધિલ્લોન, નંદિતા દાસ, રણધીર કપૂર, પ્રિયા દત્ત, પવન મલ્હોત્રા, શરબની મુખર્જી, અશોક પંડિત, પંકજ કપૂર, ગોવિંદ નિહલાની, પ્રકાશ ઝા, શ્યામ બેનેગલ, તન્વી આઝમી-બાબા આઝમી, સનાહ કપૂર, શશી રંજન, ડેવિડ ધવન, મનોજ પાહવા, શ્રેયસ તલપડે અને ગુલશન ગ્રોવર સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
 
6 જાન્યુઆરીએ ફ્લેટમાંથી મળી આવ્યા હતા મૃત હાલતમાં
ઓમ પુરીની લાશ 6 જાન્યુઆરીની સવારે પોતાના ઘરેથી નગ્ન અવસ્થામાં મળી આવી હતી. તેના માથામાં દોઢ ઈંચ જેટલો ઉંડો ઘા પણ હતો. પ્રાથમિક પીએમ રિપોર્ટમાં તેનું ઈજા થયા બાદ હાર્ટ અટેક આવવાથી અવસાન થયું હોવાનું બહાર આવ્યું છે. જોકે આ કેસમાં દિવસેને દિવસે રહસ્ય વધુ ગાઢ બની રહ્યું છે અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
 
આગળની સ્લાઈડ્સમાં બીજી પત્ની નંદિતા પુરીએ યોજેલી ઓમ પુરીની પ્રાર્થના સભામાં આવેલા સેલેબ્સના ફોટોઝ
 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya, shabana and many more celebs at om puris prayer meet
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended