Home »News »Bollywood Buzz» Yester Year Bollywood Vamp Smriti Biswas Narang Live Homeless Life

આ એક્ટ્રેસને રહેવાના છે ફાંફા, એક સમયે ત્રણ બંગલોની માલિકે બદલ્યા 28 ઘર

Somnath Kothule/ divyabhaskar.com | Apr 20, 2017, 13:20 PM IST

  • 1940માં અને હાલમાં સ્મૃતિ બિશ્વાસ
નાસિકઃએક સમયે જે એક્ટ્રેસના નામના સિક્કા પડતા હતા અને તે દેવઆનંદ જેવા સુપરસ્ટારની લગ્ન પ્રપોઝલ પણ નકારી ચૂકી હતી. જોકે આજે સમયનું ચક્ર ફરી ગયું છે અને તે મુફલિસીની હાલતમાં જીવી રહી છે. સંબંધોમાં ઠોકરો ખાધેલી અને 90 ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી સ્મૃતિ બિશ્વાસ નારંગ માત્ર રહેવા માટે 28 ઘર બદલી ચૂકી છે. એક સમયે હતા દિલ્હી, મહાબળેશ્વર અને મુંબઈમાં બંગલો
 
સ્મૃતિ આર્થિક સંકડામણને કારણે અને પોતાના જ લોકોએ મારેલી ઠોકરથી આજે બેહાલ છે. 93 વર્ષીય આ એક્ટ્રેસ હાલ નાસિકના એક નાના મકાનમાં બે દીકરા રાજ અને જીતુ સાથે રહેવા માટે મજબૂર છે.
 
સ્મૃતિ કહે છે-''અમારા મુંબઈ, દિલ્હી અને મહાબળેશ્વરમાં બંગલો હતા. જેને પોતાના જ લોકોએ પડાવી લીધા. આ સમયથી અમે જ્યાં ત્યાં ભટકી રહ્યા છીએ.
 
બિલ્ડરે જમાવ્યો મુંબઈના બંગલો પર કબ્જો
1986માં પતિ એસડી નારંગ(સત્યદેવ નારંગ)નું ડાયાબિટિસને કારણે નિધન થઈ ગયું. ત્યાર બાદ અમે મારા જુહુ બંગલોમાં બાંધકામ કરાવવાનો નિર્ણય કર્યો. આ અંગે એક બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કર્યો હતો. બિલ્ડરે થોડા દિવસ સુધી ઘર બહાર રહેવાની વાત કરી, ત્યાર બાદ ત્યાં તેણે કબ્જો જમાવી લીધો. સાંસદ હેમંત ગોડસે મદદ કરવા માગે છે, પણ કાયદાકીય રીતે માત્ર 21 હજાર રૂપિયાની મદદની જોગવાઈ છે. આથી અન્ય વિકલ્પ શોધવા પડશે.''
 
દિલ્હી બંગલોમાં પણ ના આપી એન્ટ્રી
સ્મૃતિ બન્ને દીકરાઓ સાથે હાલ 28 ઘર બદલી ચૂકી છે. તેના દીકરા રાજ મુજબ, પિતા નારંગનું મોત થયાના એક વર્ષ બાદ જ્યારે તે દિલ્હી બંગલો પર ગયા ત્યારે તેને અંદર જવા દેવામાં આવ્યા નહીં.
 
ઘરેણા વેચીને ચલાવે છે ગુજરાન

સ્મૃતિ પોતાના ઘરેણા વેચીને જીવન નિર્વાહ ચલાવી રહી છે. તેને પોતાના લોકોએ મદદ કરવાના બહાને છેતર્યા હતા. સ્મૃતિ નાની બહેનની મદદથી ત્રણ વર્ષ પહેલા બન્ને દીકરાઓ સાથે નાસિક આવી ગઈ હતી. બસ ત્યારથી તે 500 સ્કવેરફિટના મકાનમાં રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સ્મૃતિએ 9 વર્ષે કમાવાની કરેલી શરૂઆત, તે સમયે મહિને 3000 રૂપિયાની કમાણી, પ્રાણ સામે હિરોઈનનો રોલ, દેવાનંદની લગ્ન પ્રપોઝલ નકારવાથી લઈ લગ્ન અને ફિલ્મ કરિયર અંગે
 
 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: yester year bollywood vamp Smriti Biswas narang live homeless life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended